ઉલ્લેખનીય છે કે, સોમવાર-મંગળવાર મધ્યરાત્રિએ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે. બિલના પક્ષમાં 311 જ્યારે વિપક્ષમાં 80 સાંસદોએ મતદાન કર્યું છે.
PM મોદીએ નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભામાંથી પસાર થવા પર ટ્વિટ કરીને કહ્યું કે, 'ખુશીની વાત છે કે, લોકસભામાં સમૃદ્ધ અને વ્યાપક ચર્ચા બાદ નાગરિકતા (સુધારા) બિલ 2019 પસાર થયું છે. હું વિભિન્ન સાંસદો અને પાર્ટીઓને ધન્યવાદ આપું છું જેઓએ બિલનું સમર્થન કર્યું છે. આ ખરડો ભારતની જુની લોકાચાર અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસને અનુરૂપ છે'
અન્ય એક ટ્વિટમાં મોદીએ કહ્યું કે, હું નાગરિકતા સંશોધન બિલ 2019ની બધી જ બાજુઓને સ્પષ્ટ રૂપે જોઈ ગૃહપ્રધાન અમિત શાહની વિશેષ રૂપે સરાહના કરવા માગીશ. તેમણે લોકસભામાં ચર્ચા દરમિયાન સંબંધિત સાંસદો દ્વારા ઉભા કરાયેલા વિવિધ મુદ્દાઓના પણ વિગતવાર જવાબો આપ્યા હતા.