CISFના પ્રવક્તા હેમેન્દ્ર સિંહે કહ્યું હતું કે ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુદાનથી ફ્લાઇટ નંબર ઇટી 689 ટર્મિનલ 3 પર આવી હતી. તે પછી, એક્સ-રે મશીનમાં તપાસ દરમિયાન વિદેશી નાગરિકોના સામાનમાંથી સાત કિલોગ્રામ ચંદનનું લાકડું ઝડપાયું હતું. જેના પછી પોલીસે પૂછપરછ કરી કે તેના બીજા બેગમાંથી પણ 22 કિલો ચંદનના લાકડા મળી આવ્યા હતા.
હાલ આરોપી પાસેથી કુલ 29 કિલોગ્રામ ચંદનનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે. હાલ આ લાકડું દિલ્હીમાં કોણે મંગાવ્યું હતુ અને ક્યાં સપ્લાય કરવાનું હતું તેની પોલીસ તપાસ કરી રહી છે.