રાજસ્થાન: NH-113 પ્રતાપગઢ બાંસવાડા માર્ગ પર મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ધટનામાં ચાર લોકોના મોત થયાં છે. જેમાં એક બાંસવાડાના સીઆઇ અખિલેશ સિંહ પણ હતા. અકસ્માતની ઘટના બાદ ટ્રોલીચાલક ફરાર થઇ ગયો હતો.
અકસ્માતની ઘટના બાદ સુહાગપુરા 108 પાયલટ મદનલાલ ડામોર, ઇએમટી જીતેન્દ્ર કુમારે મૃતકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યાં ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.આ ઘટનાની જાણકારી મળતાં સુહાગપુરા એસએચઓ હિમ્મત સિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
સૂત્રો તરફથી જાણકારી મળી હતી કે, સીઆઇ અખિલેશ સિંહ અને તેમના મિત્ર પણ દારૂના નશામાં હતા.