નવી દિલ્હી : સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને ગૃહ પ્રધાન અમિતશાહને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં બિહારમાં બેઠકોની વહેંચણીને લઈ NDA ગઠબંધનમાં હજુ સુધી કોઈ વાતચીત શરુ ન થવાના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાનને પણ પત્રની એક કોપી મોકલવામાં આવી છે.
અમિત શાહને એલપીજી અધ્યક્ષ ચિરાગ પાસવાનને એક પત્ર લખ્યા બાદ ભાજપના નેતૃત્વએ ચિરાગ પાસવાન સાથે સંપર્ક સાંધ્યો છે. ભાજપ નેતૃત્વ ચિરાગ પાસવાને કહ્યું કે, બેઠકોની વહેંચણી પર એનડીમાં જલ્દી વાતચીત શરુ થશે.
આપને જણાવી દઈએ કે, ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી 2020ને ત્રણ તબક્કામાં યોજાવાની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ કહ્યું કે, પહેલા તબક્કામાં 71 બેઠકો પર મતદાન કરવામાં આવશે. 16 જિલ્લામાં મતદાન થશે. જેમાં 31 હજાર પોલિંગ સ્ટેશન હશે.
બીજા તબક્કામાં 94 બેઠકો પર મતદાન કરવામાં આવશે. તેમજ કુલ 17 જિલ્લાઓમાં મતદાન થશે. આ તબક્કામાં 42 હજાર પોલિંગ સ્ટેશન હશે.CECએ કહ્યું કે, પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન 1 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. નોંધણીની અંતિમ તારીખ 8 ઓક્ટોમ્બર અને નોંધણી પાછી લેવાની અંતિમ તારીખ 12 ઓક્ટોમ્બર રહેશે.
બીજા તબક્કાની નામાકંનની અંતિમ તારીખ 16 ઓક્ટોમ્બર અને 3 નવેમ્બરના રોજ મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરના યોજાશે. ત્રણેય તબક્કાની મતગણતરી 10 નવેમ્બરના રોજ કરવામાં આવશે.