ETV Bharat / bharat

કોરોના વાયરસનો સામનો કરવા ચીને લીધેલા વ્યૂહાત્મક પગલાં - લૉકડાઉનનો ભંગ

કોરોના વાયરસ ફેલાયો છે તેની જાણ થયા પછી તેને કાબૂમાં લેવા માટે કેવી રીતે પ્રયાસો કર્યા તેના બહુ વિવાદો સોશ્યલ મીડિયા પર ચાલે છે. સાથે જ કાવતરું થયાની શંકાઓ પણ વહેતી રહે છે. તે વખતે જોઈએ કે ચીને કોરોનાને કાબૂમાં રાખવા માટે કેટલાક સરળ પગલાં લીધાં હતાં, તેના પર એક નજર કરીએ.

Combat the Coronavirus
ચીને લીધેલા વ્યૂહાત્મક પગલાં
author img

By

Published : Apr 4, 2020, 7:39 PM IST

➔ વૂહાનને બીજા પ્રદેશોથી છુટ્ટું પાડી દેવાયું

કોરોના ચેપના કેન્દ્ર બનેલા વૂહાનને 23 જાન્યુઆરી 2020ના રોજ બીજા પ્રદેશોના સંપર્કથી અલગ કરી દેવાયું હતું. 23 જાન્યુઆરી 2020ના રોજ મધરાતે બે વાગ્યે જાહેરાત કરી દેવાઈ કે સવારે 10 વાગ્યાથી બધી જ જાહેર પરિવહન સેવા, બસ, રેલવે, વિમાનો અને ફેરી સર્વિસ બંધ કરી દેવાશે. વૂહાનના નાગરિકોને મંજૂરી વિના શહેર છોડીને બહાર જવાની પણ મનાઈ કરી દેવાઈ.

➔ સેનિટાઇઝરનો છંટકાવ

સપાટી પર રહેલા વાયરસનો નાશ કરવા માટે શેરીઓ, ટનલો અને જાહેર સ્થળોએ મોટા પાયે સેનિટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો. પિપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ પણ ચલણી નોટોની તપાસ શરૂ કરી અને તેમાં ચેપનો જોખમ લાગે તેનો નાશ કરવાનું શરૂ કર્યું. ચીનના શહેરોમાં 'જંતુમુક્ત ટનલો' ખોલવામાં આવી, જેમાં સ્પ્રે કરવામાં આવતો હતો, જેથી 99% વાયરસનો નાશ કરી શકાય.

➔ આરોગ્ય પ્રમાણે રંગચિહ્નો

આધુનિક અને વ્યાપક સર્વેલન્સ નેટવર્કનો ઉપયોગ કરીને લાખો લોકોની અવરજવરનું ટ્રેકિંગ કરવામાં આવ્યું. લોકોને સ્વાસ્થ્ય પ્રમાણે જુદા જુદા રંગોના કોડ આપવામાં આવ્યા હતા. બાદમાં અલીબાબા અને ટેન્સેન્ટ જેવી જંગી ટેક કંપનીઓની મદદથી અવરજવર પર નજર રાખવામાં આવી હતી.

➔ દૂરના વિસ્તારોમાં કામચલાઉ હોસ્પિટલ

હોશેન્શાનમાં કોરોનાના દર્દીઓ માટેની ખાસ હોસ્પિટલ ફક્ત 10 દિવસમાં તૈયાર કરી દેવામાં આવી. સાત હજાર કડિયા, કામદારો, સુથાર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયનને રાત દિવસ કામે લગાવી દેવાયા હતા. 645,000 ચોરસ ફૂટની હોસ્પિટલમાં 100 પથારીઓ અને ઘણા બધા આઇસોલેશન વૉર્ડ તૈયાર કરાયા હતા. 30 આઇસીયુ પણ હતા. પ્રિફેબ્રિક્રેટેડ યુનીટની મદદથી માળખું તૈયાર કરી લેવાયું હતું.

➔ નેશનલ અને સ્ટેટ હાઇવે બંધ કરી દેવાયા

શહેરોમાં લૉકડાઉન જાહેર કરાયો તે સાથે જ નેશનલ અને સ્ટેટ હાઇવે બંધ કરી દેવાયા. તેના કારણે ચેપ જ્યાં લાગેલો હતો, ત્યાંથી વધુ વિસ્તારોમાં ફેલાવાની શક્યતા ઘટી ગઈ. 23 જાન્યુઆરીએ સરકારી મીડિયામાં જણાવાયું હતું કે વૂહાનની ફરતેના ટોલ બૂથ બંધ કરી દેવાયા છે. તેના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું. પેટ્રોલિંગ માટે ગાર્ડ્સ ગોઠવી દેવાયા હતા.

➔ ડ્રોનનો ઉપયોગ

ખરાબ રીતે અસર પામેલા વિસ્તારોમાં સાધનો લાવવા લઈ જવા અને પેશન્ટના સેમ્પલને ટેસ્ટ માટે મોકલવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો. તેના કારણે સમય બચ્યો અને ઝડપ વધી ગઈ તથા સેમ્પલ બગડે નહિ તેની સુરક્ષા પણ થઈ ગઈ. ડ્રોનમાં ક્યૂઆર કોડના પ્લેકાર્ડ પણ લગાવાયા હતા, જેથી હેલ્થ માટેની માહિતી માટે રજિસ્ટર કરી શકાય. કૃષિ ડ્રોનનો ઉપયોગ કરીને ગ્રામણી વિસ્તારમાં જંતુનાશકનો છંટકાવ કરાયો. ફેસીયલ રેકગ્નિશન સાથેના ડ્રોનનો ઉપયોગ કરીને ઘરની બહાર નીકળી રહેલા નાગરિકોને ચેતવણી આપવાનું કામ પણ થતું હતું.

➔ રોબોનો ઉપયોગ

હોસ્પિટલમાં ભોજન તૈયાર કરવું, રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે, જંતુનાશક છાંટવામાં તથા સફાઇ કરવામાં, ચોખા અને સેનિટાઇઝર્સની વહેંચણી કરવા એમ અનેક બાબતોમાં રોબોનો ઉપયોગ કરવામાં આવ્યો. કેટલીક હોસ્પિટલમાં રોબો નિદાન માટેનું અને થર્મલ ઇમેજિંગનું કામ પણ કરતા હતા. શેન્ઝેનની એક કંપની મલ્ટિકૉપ્ટર રોબોના ઉપયોગથી મેડિકલ સેમ્પલ મોકલતી હતી.

➔ સમયસર સેનિટાઇઝરનો પુરવઠો

જંતુનાશકો અને સેનિટાઇઝર્સની માગ બહુ વધી ગઈ હતી અને ચીનની સૌથી મોટી બ્લિટિંગ પાવડર કંપનીઓ પૂર્ણ ક્ષમતાએ ઉત્પાદનમાં લાગી ગઈ હતી. ચીનની દારૂની કંપનીઓએ સેનિટાઇઝર્સનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું.

➔ પ્રારંભમાં જ પ્રવાસ સામે ચેતવણી

23 જાન્યુઆરીએ વૂહાનની નજીકના ઇઝોઉમાં રેલવે સ્ટેશન બંધ કરી દેવાયું. બીજિંગમાં મોટા સમારંભો રદ કરી દેવાયા. લ્યુનાર ન્યૂ યરના બે મોટા ઉત્સવો પણ બંધ કરી દેવાયા અને પ્રવાસીઓ માટે સૌથી આકર્ષક ફોરબિડન સિટી પણ બંધ કરી દેવાયું. 23 તારીખે બીજા એક શહેરમાં પણ સંચારબંધી લાદી દેવામાં આવી હતી અને બીજા ત્રણ શહેરોમાં પ્રવાસ પર પ્રતિબંધો મૂકી દેવાયા હતા, કેમ કે ત્યાં સુધીમાં 600ને ચેપ લાગ્યા હતા અને 18નાં મોત થયાં હતાં.

➔ કડક લૉકડાઉન

હુઆંગગેંગ શહેરમાં થિયેટર અને ઇન્ટરનેટ કાફે સહિતની ભીડ એકઠી થાય તેવી જગ્યાઓ બંધ કરાવી દીધી. લોકોને જરૂર કામ સિવાય બહાર ના નીકળવા માટે સરકારી મીડિયાએ અનુરોધ કર્યો હતો.

➔ જરૂરી સામગ્રીની સંગ્રહખોરી રોકવામાં આવી

વૂહાન શહેરમાં સુપરમાર્કેટના પાટીયા ખાલી થવા લાગ્યા, કેમ કે લોકો ગભરાઈને વધારે જથ્થામાં સામગ્રી ખરીદવા લાગ્યા. લોકો સંગ્રહ કરવા લાગ્યા એટલે સત્તાવાળાઓએ જરૂરી ખાદ્યસામગ્રી અને દવાઓ માટે જુદી જુદી જગ્યાએ વ્યવસ્થા કરી. સ્થાનિક તંત્રને જણાવવામાં આવ્યું કે લોકોને વસ્તુઓ મળી રહે તેવો પ્રબંધ કરવો. જરૂર પડ્યે અનામત જથ્થામાંથી પુરવઠો મુક્ત કરાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી.

➔ લૉકડાઉનનો ભંગ કર્યા વિના વસ્તુઓનું વિતરણ

દરેક વિસ્તારમાં સ્વંયસેવકો નક્કી કરી આપવામાં આવ્યા, જે ઘરે ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી દેતા હતા. વીચેટથી લોકો અને સ્વંયસેવકો સંપર્કમાં રહેતા હતા અને તેઓએ એકબીજાને સીધા સંપર્કમાં આવવાની જરૂર પડતી નહોતી. રેશન લોકોના દરવાજા પાસે મૂકી દેવાતું હતું, જેથી એકબીજાના સંપર્કમાં આવવું ના પડે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.