ETV Bharat / bharat

ચીનની દેવાંની જાળ બિછાવાની ડિપ્લોમસી - CPEC projects

જુદી જુદી નીતિઓ બદલ ચીનની સામે ચારે બાજુથી ટીકાઓનો મારો થઈ રહ્યો છે. હોંગકોંગમાં માનવાધિકારનો ખુલ્લેઆમ ભંગ, મોટા દેશો સાથે વેપારના મામલે વિખવાદ, કોરોના ચેપની બાબતમાં ભ્રામક માહિતી, બોર્ડર રોડ ઇન્નિશિયેટિવના નામે પ્રચારના ગુબ્બારા, ભારતની સરહદમાં ઘૂસણખોરીના પ્રયાસો, અને નેપાળની આંતરિક બાબતોમાં માથું મારવું. આ બધા વિવાદો વચ્ચે ચીને દેવાંની જાળમાં દેશોને ફસાવીને પોતાની ડિપ્લોમસી ચલાવી છે તેને કારણે ચીન દુનિયામાં હવે એકલું પડવા લાગ્યું છે.

a
ચીનની દેવાંની જાળ બિછાવાની ડિપ્લોમસી
author img

By

Published : Jul 12, 2020, 10:06 PM IST

વિશ્લેષક અને લેખ બ્રહ્મા ચેલાણીએ 2010માં “ડેટ ટ્રેપ ડિપ્લોમસી” દેવાના જાળની ડિપ્લોમસી એવો શબ્દ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે આફ્રિકાના દેશોને વિકાસના પ્રોજેક્ટ્સ માટે ધિરાણ આપીને ચીને ત્યાં સંબંધો જમાવ્યા હતા અને હવે આખી દુનિયામાં ચીન નાણાં ધીરીને પગદંડો જમાવી રહ્યું છે. ચીન એવી પદ્ધતિએ અને શરતો સાથે જંગી લોન આપે છે કે તેના બદલામાં દેવું કરનારા દેશમાં ચીનનો પગદંડો જામવા લાગે. પોતાના હિત ખાતર આ દેશોમાં ચીન દખલગીરી કરવા લાગે છે.

આ કેવી રીતે થાય છે? ઓછી આવક ધરાવતા વિકાસશીલ દેશોને ચીન બહુ સરળતાથી મોટું ધિરાણ આપે છે. વિકાસ કાર્યો માટે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા પાસેથી લોન ના મળે ત્યાં ચીન તે માટે નાણાં ધીરે છે. પ્રોજેક્ટમાં નિયમોનું પાલન, પુનઃ ચૂકવણી અને પારદર્શિતાની શરતો હોય છે તે આ દેશો પૂરા ના કરી શકે ત્યારે ચીન તે બધાને ધ્યાને લીધા વિના દેવું આપી દે છે. તેથી જ આવા દેશો ચીન પાસેથી દેવું લેવાનું પસંદ કરે છે.

ચીનમાં મોટા પાયે ઉત્પાદનના કારણે આવેલી સમૃદ્ધિ અને રોકડથી છલોછલ ચીન કંપનીઓ અહીં કુદી પડે છે. ચીનની બેન્કો, નાણાં સંસ્થાઓ, ખાનગી તગડી કંપનીઓ આ દેશોમાં પ્રોજેક્ટ કરનારી કંપનીઓને જોઈએ તેટલા નાણાં આપે છે. શરતોની પરવા કર્યા વિના નાણાં ધીરે, પણ તેના પર 6% સુધીનું વ્યાજ લે છે. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ, વિશ્વ બેન્ક, આઈએમએફ ઓછા 3-4%ના દરે ધિરાણ આપે છે, પણ તેની શરતો આકરી હોય છે.

એક વાર ચીની દેવું કરવામાં આવે તે પછી ખેલ શરૂ થાય છે. ધિરધાર કરનારી ચીની કંપની, બેન્ક કે નાણાં સંસ્થા દેવું આપે તેના બદલામાં જામીનગીરી લઈ લે છે. જામીનગીરી તરીકે જમીન, ખાણખનીજ માટેના હકો અતવા હાઇડ્રોકાર્બનના હકો લઈ લે છે. કોઈ જગ્યાએ વેપાર કરવાના સાનુકૂળ હકો લઈ લે. જેવો દેશ, જેવી ગરજ તેવી રીતે હિતો ખંડાવી લેવાય છે. આવો પ્રોજેક્ટ ચીની કંપનીઓ હાથમાં લે ત્યારે તેના ભાવો પણ બહુ ઊંચા આપ્યા હોય, પણ તે સ્વીકારી લેવાયો હોય, કેમ કે ચીનમાંથી સાતે ધિરાણ આવવાનું હોય. સાથે જ સ્થાનિક નેતાઓ અને અમલદારોને તગડી લાંચ આપીને સાધી લેવાયા હોય છે. ચીન ગોલમાલ કરીને આ રીતે ઘણા દેશોમાં મોટા પ્રોજેક્ટ્સ પડાવી લે છે.

ધિરાણ આપવા સાથે એવી શરતો પણ હોય છે કે ચીની કંપનીને પ્રોજેક્ટ આપવો, ચીની ઉપકરણો ખરીદવા, ચીનનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ લેવું અને ઘણી વાર તો ચીનમાંથી કામદારોને પણ ખડકી દેવામાં આવે છે. એક તો ચીને ઊંચા ભાવે પ્રોજેક્ટ લીધો હોય, તેમાં આ રીતે બધા કોન્ટ્રેક્ટ પોતાના હાથમાં જ હોય તેમાંથી પણ કમાણી થાય. તે રીતે પોતે જ આપેલું ધિરાણ પાછું પોતાના જ હાથમાં આવી જાય.

દરમિયાન કોઈ દેશ દેવું ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે શરતો પ્રમાણે ચીન જામીનગીરી પર કબજો કરી લે. ભારતના ગામડાં વ્યાજખોરો જે રીતે ચૂસી લેતા હોય છે પદ્ધતિએ જ ચીન કામ કરે છે અને એક વાર તેમની જાળમાં ફસાઈ જાવ, પણ પછી તમને છોડે નહિ. સમગ્ર કોન્ટ્રેક્ટ એવી અસ્પષ્ટતા સાથે થયો હોય કે ચીન જ ફાવે. વારંવાર ખર્ચ વધારી દેવામાં આવે, અડધેથી પ્રોજેક્ટ છોડી દેવામાં આવે અને ગીરે મૂકેલી વસ્તુઓ કબજે કરી લેવામાં આવે આ બધી રીતો ચીન અપનાવે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ અનુસાર ચીને અત્યાર સુધીમાં 152 દેશોમાં કુલ $1.5 ટ્રિલિયન ડૉલરની (ભારતના જીડીપીના પચાસ ટકા જેટલી) લોનો આપેલી છે. જોકે કીલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વર્લ્ડ ઇકોનોમીના જણાવ્યા અનુસાર ચીને વિકસિત દેશોમાં જામીનગીરીઓ ખરીદી લીધી છે અને સાથી વેપારી દેશો પાસેથી વેપારમાં ફાયદો કર્યો છે તેની ગણતરી કરીએ તો રકમ $5 ટ્રિલિયન ડૉલર (વિશ્વના જીડીપીના 6%) સુધી પહોંચે છે! આમાંની ઘણી લોન બહુ ચગેલા બેલ્ડ એન્ડ રોડ ઇન્નિશિયેટિવ BRI પ્રોજેક્ટ હેઠળ છે અથવા સીધી રીતે અપાયેલી લોનો છે.

ચીનનો પંજો કેટલો ફેલાયેલો છે તેનો ખ્યાલ એ રીતે આવશે કે અત્યારે 12 દેશોમાં ચીનનું દેવું તે દેશોના જીડીપીના 20% જેટલું થઈ ગયું છે. આ દેશોમાં જીબૂટી, ટોંગા, કોન્ગો, કિર્ગીસ્તાન, માલદીવ્ઝ, કંબોડિયા, નાઇજર લાઓસ, ઝામ્બિયા, સમાઓ, મોંગોલિયા અને વનુઆતુનો સમાવેશ થાય છે. દેવાની જાળમાં ફસાયેલા જીબૂટીએ ચીનને પોતાને ત્યાં ચીનનું લશ્કરી થાણું બનાવવા દીધું છે. શ્રીલંકાએ પોતાને ત્યાં તૈયાર થયેલા હમ્બાતોટા પોર્ટને 99 વર્ષ માટે ચીનને હવાલે કરી દેવું પડ્યું છે. શ્રીલંકાએ પોર્ટના વિકાસ માટે એક અબજ ડૉલરની લોન લીધી હતી, પણ તેનો હપ્તો ચૂકવી શક્યું નહોતું. અંગોલાએ પણ ચીન પાસેથી 43 અબજ ડૉલરની લોન લીધી હતી, તેની ચૂકવણી હવે ક્રૂડ ઑઇલથી કરી રહ્યું છે. ચીને અંગોલાની રાજધાની લુઆન્ડામાં આખું નવું નગર ઊભું કર્યું, પણ ત્યાં કોઈ જ રહેતું નથી! તાન્ઝાનિયા, મલેશિયા અને પાકિસ્તાને પણ કેટલાક પ્રોજેક્ટ અટકાવી દીધા છે, કેમ કે તેમને લાગ્યું કે ચીનના દેવામાં ફસાઈ જઈશું.

મલેશિયામાં એક પ્રોજેક્ટ માટે 90% ટકા ખર્ચ લોનમાંથી થઈ ગયો, તે પછીય 15% કામ થયું નથી. તેથી મહાતીર મોહમ્મદની સરકારને પ્રોજેક્ટ પડતો મૂકવાની ફરજ પડી છે. પાકિસ્તાનમાં થઈને CPEC પ્રોજેક્ટ તૈયાર થયો તેમાં મૂળ ખર્ચ $36 અબજ ડૉલરનો હતો, પણ તે હવે વધીને $64 અબજ ડૉલરનો થઈ ગયો છે અને હજીય તે વધીને $80 અબજ ડૉલરનો થાય તેવી શક્યતા છે.

એવો આરોપ છે કે આ પ્રોજેક્ટ કરવા માટે ચીને પાકિસ્તાનના રાજકારણીઓને $2.5 અબજ ડૉલરની લાંચ આપી હતી. આપણો પડોશી દેશ નેપાળ જો ચીનને પ્રેમ કરવાનું બંધ નહિ કરે તો તે પણ ચીનના દેવાની જાળમાં આવી જશે. નેપાળ $8 અબજ ડૉલર દેવામાં ફસાઇ જાય તેવું દેખાવા પણ લાગ્યું છે. ચીનનું દેવું લેનારી ઘણી કંપનીઓને લાગ્યું છે કે ફસાઈ ગયા છીએ અને બીજેથી ધિરાણ લેવા માટે કોશિશ કરવા લાગી છે.

ચીનની આ જાળની સામે ભારતની સ્થિતિ શું છે? આપણે પણ ઘણા વિકાસશીલ દેશોમાં વિકાસ માટેની ગ્રાન્ટ આપીને હાજરી પૂરાવીએ છીએ. ધિરાણ અને અન્ય સહાય પણ કરીએ છીએ. જોકે ચીન જેટલી ગંજાવર લોન આપણે આપી શકીએ તેવી સ્થિતિમાં નથી. આમ છતાં આપણી આબરૂ આ બાબતમાં વધારે સારી છે. રોગચાળાને કારણે ચીનની જેમ ભારતના અર્થતંત્રને પણ અસર થઈ છે, પણ આપણે આ આફતને અવસરમાં પલટી શકીએ છીએ. ચીન સામે ઊભા થઈ રહેલા અસંતોષનો લાભ લઈ શકીએ છીએ. આપણે કેટલાક દેશોને હળવી શરતો સાથે ધિરાણ આપી શકીએ છીએ. લાંબા ગાળે તેનો આપણને ખૂબ ફાયદો થઈ શકે છે.

- જે.કે. ત્રિપાઠી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.