બીજિંગઃ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે, સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. તેમણે કહ્યું, "અમે બંને નેતાઓ વચ્ચેના મહત્વના કરાર અને બંને દેશો વચ્ચેના કરારનું પાલન કરી રહ્યાં છીએ."
ઝાઓએ કહ્યું કે, અમે અમારી સલામતીનું રક્ષણ કરવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. હવે ચીન-ભારત સરહદ વિસ્તારની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.
લદાખ અને ઉત્તર સિક્કિમમાં ભારત અને ચીનની સેના સક્રિય છે. આ બંને દેશોના સૈન્ય વચ્ચે સંઘર્ષના બે અઠવાડિયા પછી પણ તણાવ જોવા મળી રહ્યો છે.