ETV Bharat / bharat

ચીનને ધ્યાનમાં રાખીને ભારત-ઑસ્ટ્રેલિયાનો સંરક્ષણ સહકાર મજબૂત બન્યો

author img

By

Published : Jun 8, 2020, 2:35 AM IST

ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે દરિયાઈ સહકારની સમાન પરિકલ્પના અને સૈન્યના પરસ્પર માલસામાન પરિવહનની સહાયની વ્યવસ્થા બંને સઘન વ્યૂહાત્મક ભાગીદારોની ભારત-પ્રશાંત રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વડાપ્રધાનો નરેન્દ્ર મોદી અને સ્કૉટ મૉરિસન વચ્ચે ગુરુવારે પહેલી આભાસી શિખરના પગલે સંયુક્ત નિવેદનની સાથે જે દસ્તાવેજ જાહેર કરાયો તેમાં 'ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહનના વચન'નો પુનરોચ્ચાર છે.

ETV BHARAT
ચીનને ધ્યાનમાં રાખીને ભારત-ઑસ્ટ્રેલિયાનો સંરક્ષણ સહકાર મજબૂત બન્યો

ન્યૂઝ ડેસ્ક: ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે દરિયાઈ સહકારની સમાન પરિકલ્પના અને સૈન્યના પરસ્પર માલસામાન પરિવહનની સહાયની વ્યવસ્થા બંને સઘન વ્યૂહાત્મક ભાગીદારોની ભારત-પ્રશાંત રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વડાપ્રધાનો નરેન્દ્ર મોદી અને સ્કૉટ મૉરિસન વચ્ચે ગુરુવારે પહેલી આભાસી શિખરના પગલે સંયુક્ત નિવેદનની સાથે જે દસ્તાવેજ જાહેર કરાયો તેમાં 'ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહનના વચન'નો પુનરોચ્ચાર છે.

"ભારત-પ્રશાંત ક્ષેત્રના 2 ચાવીરૂપ દેશો તરીકે ભારત અને ઑસ્ટ્રેલિયાને મુક્ત, ખુલ્લા, સમાવેશક અને નિયમો આધારિત ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સ્થાયી રસ છે. તેમને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં પરિવહન અને પરિવહનની મુક્તતા સુનિશ્ચિત કરવામાં તેમજ પરિવહન તેમજ સંદેશાવ્યવહાર માટે મુક્ત, સુરક્ષિત અને અસરકારક દરિયાઈ માર્ગો જાળવવામાં સમાન રસ છે." તેમ પરિકલ્પના (વિઝન) દસ્તાવેજમાં કહેવાયું છે.

દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના અતિક્રમણ અને હિન્દ મહાસાગર ક્ષેત્ર તેમજ પ્રશાંતમાં વધી રહેલા પગપેસારાને ધ્યાનમાં રાખીને બંને દેશો સૈન્યના માલસામાનના પરિવહન વહેંચવાની વ્યવસ્થાને અંતિમ ઓપ આપવા અંતે સક્ષમ બન્યા હતા. આ વ્યવસ્થાથી બંને દેશોનાં સંરક્ષણ દળો તેમનો સહકાર ગાઢ બનાવવા દેશે. છેલ્લાં 6 વર્ષમાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ મુખ્ય દ્વિપક્ષીય દરિયાઈ અભ્યાસ ઑસિન્ડેક્સ (AUSINDEX) સહિત સૈન્ય અભ્યાસની સંખ્યા ચાર ગણી કરી છે.

"બંને દેશો તેમના પરસ્પર સૈન્ય માલસામાન પરિવહન સહાય (MLSA)ને સંબંધિત તેમની વ્યવસ્થા દ્વારા સંરક્ષણ અભ્યાસ દ્વારા સૈન્ય આંતર સંચાલનક્ષમતાને વધારવા સંમત થયા છે." તેમ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સઘન રણનીતિત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું.

"સંબંધોને સઘન વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત કરવાથી તમને વિશેષ સંબંધો મળે છે. જ્યારે MLSA સંરક્ષણ સહકાર તેમજ ચતુષ્કોણને મજબૂત કરવાની ઈચ્છામાં કેટલીક તાકાત ઉમેરે છે, આપણી પાસે પછી ચતુષ્કોણના દરેક સભ્યો (જાપાન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા) સાથે આ વ્યવસ્થા થશે. 2+2 મંત્રણાને દર 2 વર્ષે થઈ શકે તેવી વિદેશ અને સંરક્ષણ પ્રધાનોના સ્તર સુધી ઉન્નત કરી શકાય. આ ભારત-ઑસ્ટ્રેલિયા સંરક્ષણ સહકારને વધુ સાર્થક કરવાની ઈચ્છાનો ભાગ પણ છે." તેમ ઑસ્ટ્રેલિયામાં ભારતના પૂર્વ ઉચ્ચ આયુક્ત નવદીપ સૂરીએ કહ્યું હતું.

તેમના ઑસ્ટ્રેલિયામાં કાર્યકાળ દરમિયાન બંને દેશોએ વર્ષ 2016માં વધુ દરિયાઈ કાર્યક્ષેત્ર અને જાગૃતિની દિશામાં એક શ્વેત જહાજ પરિવહન પર પ્રથમ હસ્તાક્ષર કર્યા હતા.

MLSAથી બંને દેશોને સૈન્ય કર્મચારીઓ માટે ઈંધણ પૂરું પાડવું અને ભોજન અને પાણી સાથે જળપાન કરવા સહિત સૈન્ય પરિવહન સહાય માટે એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની છૂટ મળશે. આ વ્યવસ્થામાં દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ કરતી વખતે ભારતીય નૌકા દળ અને રોયલ ઑસ્ટ્રેલિયન નેવી વચ્ચે આંતર સંચાલન ક્ષમતા અને પરસ્પર સહકારને વધારવા માગણી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.

"ઑસ્ટ્રેલિયા અને ભારત હિન્દ મહાસાગરના પડોશીઓ છે અને આ સમજૂતી આપણા નૌકા દળ અને તટ રક્ષકોની ગુપ્ત માહિતી એકબીજાને આપવા, પ્રશિક્ષણ લેવા અને એક સાથે સંચાલન કરવાની ક્ષમતાને મજબૂત કરે છે. આપણી પાસે હિન્દ મહાસાગરના નિરીક્ષણનું વિગતવાર ચિત્ર હશે અને ગેરકાયદે માછીમારીથી માંડીને નૌકા દળની હિલચાલ સુધી દરેક માહિતીનું આદાનપ્રદાન કરી શકાશે." તેમ ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની નેશનલ સિક્યોરિટી કૉલેજના પ્રાધ્યાપક અને વડા તેમજ 'કન્ટેસ્ટ ફૉર ધ ઇન્ડૉ પેસિફિક'ના લેખક રોરી મેડક્લાફનું કહેવું છે.

આ ઘટનાક્રમને આવકારતાં, ભારતીય નૌકા દળના નિવૃત્ત પ્રવક્તા કેપ્ટન ડી. કે. શર્મા કહે છે કે, મુસાફરીની સ્વતંત્રતામાં માનતા, ઉપરથી ઉડવાના અધિકારમાં માનતા, સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સમ્માન કરતા, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રોના દરિયાના કાયદા પર સંમેલન (UNCLOS)ને માનતા સમાન વિચારવાળા નૌકા દળોએ એક સાથે આવવું જોઈએ. કેપ્ટન શર્માએ આશા દર્શાવી હતી કે ગુરુવારના મહત્ત્વના નિર્ણયોથી ભારત, જાપાન અને અમેરિકાનાં નૌકા દળો વચ્ચે હાથ ધરાયેલ મલાબાર અભ્યાસમાં 6 મહિનામાં ઑસ્ટ્રેલિયાને જોડાવા માટેનો માર્ગ મોકળો કરશે.

"આ આવકાર્ય અને પ્રતિક્ષિત પગલું છે. ચીન દ્વારા જ્યાં પડકાર ઊભો થઈ રહ્યો છે તે ક્ષેત્ર અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયાની કેન્દ્રિયતા મહત્ત્વની છે. આ જળમાં ભારતીય નૌકા દળના સંચાલન માટે ઑસ્ટ્રેલિયા સાથે વ્યવસ્થા કરવી સાર્થક રહેશે." તેમ કેપ્ટન શર્માએ કહ્યું હતું. તેમણે ભલામણ કરી હતી કે ઈશાનમાં જાપાન સાથે ભારતને મહત્ત્વનો દરિયાઈ સહકાર આજે છે, અગ્નિમાં ઑસ્ટ્રેલિયા સાથે છે અને ભારત-પ્રશાંતની સુદૂર પૂર્વમાં અમેરિકા સાથે છે. ચીન હિન્દ મહાસાગર વિસ્તારમાં ઘૂસણખોરી કરવા પ્રયાસ કરી રહ્યું છે અને નાનાંનાનાં બળજબરીનાં પગલાં લઈ રહ્યું છે ત્યારે ભારત-ઑસ્ટ્રેલિયા સહકાર એ તાર્કિક રીતે આગામી પગલાં છે.

"જે બાબતની ખોટ હતી તે છે વાર્ષિક મલાબાર અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયાને આમંત્રણ આપવું અને ચતુષ્કોણીય રચનામાં વિસ્તારવી જે કોરોના વાઇરસ પછીની પ્રવર્તમાન સ્થિતિને જોતાં સ્વાભાવિક છે." તેમ નિવૃત્ત નૌકા અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.

ઑસ્ટ્રેલિયા ભારત, જાપાન અને અમેરિકા સાથે ચતુષ્કોણીય સુરક્ષા સંવાદ અથવા ટૂંકમાં Quadનો હિસ્સો છે જે ગત વખતે વિદેશ પ્રધાનોના સ્તરે થયો હતો, પરંતુ તેની ઇચ્છા છતાં મલાબાર અભ્યાસમાં તેનો પ્રવેશ કેટલાંક વર્ષો માટે અટકી ગયો હતો. કારણ કે, ઑસ્ટ્રેલિયા ચીનની નજીક હતું તેનો પડછાયો પડતો હતો. આ સ્થિતિ હવે બદલાઈ છે. કારણ કે, રોષિત ચીન ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને કોરોના વાઇરસના ઉદ્ભવની તપાસ માટે આગ્રહ રાકવા માટે વેપાર-ધંધાના પરિણામોની ધમકી આપી રહ્યું છે.

"ભૂતકાળમાં આપણે ચીનની સંવેદનશીલતા પ્રત્યે વધુ કાળજી લેતા હતા, પરંતુ તાજેતરના ભૂતકાળમાં ઑસ્ટ્રેલિયા ચીન તરફથી ધમકીનો ભોગ બની રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ કે, વાસ્તવિક અંકુશ રેખાએ શું બની રહ્યું છે. ચીન હૉંગ કૉંગ, તાઈવાન અને વિયેતનામ સહિતના કેટલાક દેશો સામે બાવડા ફૂલાવી રહ્યું છે અને તેઓ ઝડપી પ્રતિક્રિયાના ઉદ્દીપક બની રહ્યા છે અને અન્ય દેશો સાથે ભાગીદારીમાં નવી ઊર્જા પૂરી પાડી રહ્યા છે." તેમ નવદીપ સૂરીએ ટીપ્પણી કરી હતી.

"આપણે ઑસ્ટ્રેલિયાઈ અને ભારતીય નૌકા દળ, તટ રક્ષક અને વાયુ અસ્ક્યામતો એકબીજાનાં મથકોની મુલાકાત લે, એકબીજાને સૈન્ય માલસામાન પરિવહનમાં સહાય કરે અને માહિતીનું આદાન પ્રદાન કરે તે જોવા ઈચ્છુક છીએ. આનાથી આપણી 2 લોકશાહીઓને એકબીજા વચ્ચે વહેંચાતી દરિયાઈ માહિતીના કારણે ચોકી રાખવામાં મદદ મળશે અને ચીનના દળો આ ક્ષેત્રમાં વધુ સક્રિય બન્યા છે, ત્યારે સત્તાનું બદલાતું સંતુલન પ્રબંધન કરવામાં પણ મદદ મળશે." તેમ રોરીએ ઑસ્ટ્રેલિયાથી તેમનો દૃષ્ટિકોણ જણાવતા કહ્યું હતું.

આજે ભારતની હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તમામ તટીય દેશો તેમજ અમેરિકા, યુકે અને ફ્રાન્સ સહિતના લગભગ ત્રણ ડઝન દેશો સાથે સૈન્ય માલસામાન પરિવહન અને માહિતી આદાનપ્રદાન વ્યવસ્થા કે સમજૂતી છે. આ વ્યવસ્થામાં જે મોટા નોકા દળો સંકળાયેલા છે તેમાં ચીન અને પાકિસ્તાનનો સમાવેશ થતો નથી.

"દરિયાઈ સુરક્ષા અને સલામતી પર વિસ્તારેલા ઑસ્ટ્રેલિયા-ભારત સહકારમાં ખાસ તો તટ રક્ષક અને નાગરિક દરિયાઈ સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત કડીઓનું નિર્માણ કરવાનું અને નૌકા દળથી નૌકા દળ વચ્ચે વધુ ગાઢ સક્રિયતા વિસ્તારીને ચિહ્નિત કરાશે." તેમ ઑસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન મરીસા પાયનેએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું.

-સ્મિતા શર્મા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.