ETV Bharat / bharat

ભારતે ચીનને પરત કર્યો પીએલએ સૈનિક, એલએસી પાર કરી આવ્યો હતો લદ્દાખમાં

author img

By

Published : Oct 21, 2020, 11:18 AM IST

ભારતીય સરહદમાં પ્રવેશી ગયેલા ચીની સૈનિકને ભારતે ચીનને હવાલે કર્યો છે. લદ્દાખના ડેમચોકમાં ભૂલથી ઘુસી આવેલા ચીની સૈનિકની ભારતીય સેનાએ ધરપકડ કરી હતી.

પીએલએ સૈનિક
પીએલએ સૈનિક

શ્રીનગર: ભારતીય સેનાના પૂર્વી લદ્દાખમાંથી પકડાયેલા પીએલએ સૈનિકને ભારતે ચીનને હવાલે કર્યો છે. સેનાએ ચુશુલ-મોલ્ડોમાં ચીની સૈનિક કૉર્પોરલ વાન્ગ યા લાંન્ગને ચીનીને પરત સોંપી દીધો છે.

લદ્દાખમાંથી ઝડપાયો હતો ચીની સૈનિક

ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના એક સૈનિકને પૂર્વી લદ્દાખના ડેમચોક સેક્ટરમાંથી પકડવામાં આવ્યો હતો. ચીની સૈનિક ભૂલથી ભારતની સરહદમાં ઘુસી આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, ચીને દાવો કર્યો હતો કે તેનો આ સૈનિક ભૂલથી ભારતીય સીમામાં ઘુસી આવ્યો હતો. તેમને જલ્દી છોડવામાં આવે. આ પહેલા ભારતીય સૈનાએ માનવતાની મિસાઈલ રજુ કરતા 13 યાક અને વાછરડાઓને ચીનને પરત કર્યા હતા. આ બધા પશુઓ રસ્તો ભટકી ગયા હતા અને 31 ઓગ્સ્ટના ભારતીય સરહદમાં આવ્યા હતા. પશુઓ અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગના વિસ્તારમાં આવ્યા હતા.

સરહદ વિવાદને લઈ ભારત-ચીન વચ્ચે તણાવ

આપને જણાવી દઈએ કે, ભારતીય સૈનાએ સિક્કિમ પઠાર પર રસ્તો ભુલનાર ત્રણ ચીની નાગરિકોને ભારતીય સૈનાએ બચાવ્યા હતા. આટલું જ નહિ સૈનાએ ચીની નાગરિકોની સારવાર, ઑક્સિજન , ભોજન અને ગરમ કપડા પણ આપવામાં આવ્યા હતા. આ સિવાય તેમને સાચો રસ્તા સુધી પહોંચાડવામાં પણ મદદ કરી હતી. સરહદ વિવાદને લઈ છેલ્લા કેટલાક મહિનાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ભારતના સૈનિકોએ શાંતિ અને માનવતાના માર્ગ પર ચાલી ખરાબ સંબંધો હોવા છતાં માનવતા દેખાડી હતી. ચીની નાગરિકોને બચાવ્યો હતો.

આ પણ વાંચો :

ઘુસણખોરીની કોશિષ

આ પહેલા ચીની સૈનિકોએ 29 અને 30 ઓગસ્ટ વાસ્તવિક નિયંત્રણ સરહદ પર ઘુસણખોરી કરવાની કોશિશ કરી હતી. જેને લઈ તણાવની સ્થતિ સામે આવી હતી. ભારતીય સૈનાએ પણ કરારો જવાબ આપ્યો હતો.

ગલવાન ખીણ અથડામણ

15થી 16 જૂનના રોજ લદ્દાખની ગલવાન ખીણમાં એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ભારતીય સૈનાના એક કર્નલ સહિત 20 સૈનિકો શહિદ થયા હતા. ભારતનો દાવો હતો કે, આ ઘટનામાં ચીનના પણ સૈનિકો માર્યા ગયા છે. પરંતુ ચીને માર્યા ગયેલા પોતાના સૈનિકો વિશે કોઈ પુષ્ટિ કરી ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.