ETV Bharat / bharat

ચીનનો આરોપ, ભારતીય સૈનિકોએ ચીનના સૈન્ય પર ઉશ્કેરણીજનક હુમલો કર્યો હતો - ચીન સીમા પર ફાયરિંગ

બેઇજિંગે નવી દિલ્હી પર ઉશ્કેરણીજનક હુમલાનો આરોપ લગાવતા કહ્યું છે કે, ભારતીય સૈનિકોએ બે વાર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી, ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા હતા.

ચીન
ચીન
author img

By

Published : Jun 16, 2020, 5:14 PM IST

બેઇજિંગ: લદ્દાખના ગાલવાન ખીણમાં ગઈકાલેરાત્રે ભારત-ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 3 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ ચીન હવે રાજરમત રમી રહ્યું છે.

ચીને ભારતીય સેના પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભારતીય સૈન્ય તરફથી પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના 3 જવાન શહીદ થયા હતા.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યું, 15 જૂને, ભારતીય સૈનિકોએ બંને પક્ષની સંમતિનું ઉલ્લંઘન કર્યું હતું.

તેમણે 2 વાર ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી હતી અને ચીનના સૈન્ય પર ઉશ્કેરણીજનક હુમલો કર્યો હતો. પરિણામે, બંને સૈનિકો વચ્ચે ભારે અથડામણ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.