છત્તીસગઢ: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને લઈ લૉકડાઉમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે છત્તીસગઢમાં કેન્દ્ર સરકારે હજુ પણ જીમ ચલાવવાની અનુમતિ આપી નથી. જેના કારણે જીમ સંચાલકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, મુખ્યપ્રધાન ભૂપેશ બધેલે PM મોદીને પત્ર લખીને જીમ ચલાવવાની મંજૂરી માંગી છે.
જીમ સંચાલન હેતુ અનુમતિ પ્રાપ્ત થઈ નથી. જેના કારણે જીમ સંચાલન કર્તાઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે રેસટોરેન્ટ અને હોટલ વ્યવસાય સંચાલન હેતુ s.o.p.ના પાલનના નિયમ પર અનુમતિ આપવામાં આવી છે. આ પ્રકારે જીમ સંચાલન હેતુ પર અનુમતિ ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે.