કોન્ડાગાંવ: છત્તીસગઢના કોન્ડાગાંવ પોલિસ અધિક્ષક સામે 4 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. મળતી માહીતી મુજબ નક્સલીઓ દ્વારા બે યુવકો અને બે મહિલાઓને બળપૂર્વક તેમના દળમાં શામેલ કર્યા હતા.
4 યુવકો / યુવતીઓએ નક્સલવાદી વિાચરધારાથી દુર થઇને ફરી સમાજ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને તેઓ પોતાના ગામ માડગાંવ પાછા આવી ગયા. તેમણે ગામના અન્ય રહેવાસીઓની મદદથી 9 ઓગસ્ટના રોજ કોન્ડાગામ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કોન્ડાગાંવના પોલીસ અધિક્ષકએ તેમને પ્રોત્સાહન રાશિ પણ આપી હતી.
પૂછપરછ દરમિયાન આ ચારેય લોકોએ જણાવ્યું કે, ગત વર્ષે 12 જુલાઈના રોજ નક્સલી કિસકોડો LGS કમાન્ડર લખમૂ અને અન્ય 7 નક્સલવાદીઓએ તેમને ધમકાવ્યા હતા અને તેમને માડગાંવ ગામથી બળપૂર્વક તેમની સાથે લઈ ગયા હતા.
આ સમય દરમિયાન, તેમને નક્સલવાદીઓ દ્વારા હથિયારોની તાલીમ, બોમ્બ બનાવવાની અને અન્ય નક્સલ સંબંધિત તાલીમ આપવામાં આવી હતી. તેમને બળપૂર્વક નક્સલ સંબંધિત વીડિયો, સાહિત્ય વગેરે બતાવવામાં આવ્યા હતા. જેથી તેઓ નક્સલમાં સામેલ થઇ જાય.