ETV Bharat / bharat

ચેન્નઇ : દેશમાં પહેલી વાર કોઇ પાઇલટનો કોરોના કેસ આવ્યો પોઝિટિવ - etv bharat

દેશમાં પહેલી વાર કોઇ પાઇલટનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી પાઇલટના સંપર્કમાં આવેલા તમામ ક્રૂ મેમ્બરો અને સ્ટાફને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રોકાવાનો આદેશ આપવામાં આવ્યો છે.

etv bharat
પાઇલટને થયો કોરોના
author img

By

Published : Mar 29, 2020, 7:24 PM IST

ચેન્નઇ : દેશમાં પહેલી વાર કોઇ પાઇલટનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનો ટેસ્ટ રિપોર્ટ 28 માર્ચના રોજ સામે આવ્યો હતો. જો કે આ વર્ષે માર્ચ મહીનામાં તેમણે કોઇ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી ન હતી. તેમની છેલ્લી ઉડાન ઘરેલું હતી, જે તેણે 21 માર્ચે ચેન્નઇથી દિલ્લી જવા માટે ઉડાન ભરી હતી. તે પછી તેણે પોતાને પોતાના ઘરમાં ક્વોરેન્ટાઇનમાં રાખ્યો છે.

પાઇલટના સંપર્કમાં આવેલા તમામ ક્રૂ મેમ્બરો અને સ્ટાફને 14 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલુ સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યું છે. જેથી કોરોનાનો ચેપ વધુ ન ફેલાય. વહીવટી તંત્ર દ્નારા ચેપગ્રસ્ત પાઇલટને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી આગળ કોઇ મુશ્કેલી ઉભી ન થાય.

પાઇલટ સાથે સંકળાયેલી એરલાઇન્સ કંપનીનું કહેવું છે કે WHO અને સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમજ જાન્યુઆરીના અંત પછી, તમામ વિમાનને જંતુનાશક પદાર્થથી સાફ કરવામાં આવી રહ્યાં છે જેથી ચેપનું જોખમ ન રહે. તેમજ વધુમાં તેેઓએ જણાવ્યું હતુ કે WHOના ધારા ધોરણ મુજબ તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. જો કે હજુ સુધી આ પાઇલટનો કોઇ આંતરરાષ્ટ્રીય પ્રવાસ બહાર આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યારે કોરોના વાઇરસનો ફેલાવો તેજીથી વધી રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 1026 જેટલા લોકો ચેપગ્રસ્ટ થયા છે. તેમજ 26 લોકોના મુત્યુ થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.