ઉત્તરકાશીઃ રવિવારે અખાત્રીજના પાવન પર્વ પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. રવિવારે બપોરે 12.35 કલાકે ગંગોત્રી જ્યારે 12.41 કલાકે યમુનોત્રી ધામના કપાટ વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. આ સાથે ચારધામ યાત્રાની શરુઆત થઈ ગઈ છે.
આ વખતે કોરોના મહામારીથી લૉકડાઉનને લીધે શ્રદ્ધાળુઓને અનુમતિ આપવામાં આવી નથી. આ માટે કપાટ ખુલવાનો સમય વિગત વર્ષોની જેમ ભીડ જોવા મળી ન હતી અને સીમિત લોકોની હાજરીમાં વિધિ-વિધાન સાથે કપાટ ખોલવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, ગંગોત્રી અને યમુનોત્રી ઘાટના કપાટ વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે સાદગી અને સામાજિક અંતરની સાથે ખોલવામાં આવ્યા હતા. અભિજીત મુહર્તમાં પુર્વાહ્ન 12.35 કલાકે ગંગોત્રી મંદિરના કપાટ ખુલ્યા હતા અને પુજા અર્ચનાની સાથે ગંગાની ભોગ મુર્તિને મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવી હતી.
વધુમાં જણાવીએ તો ગંગાજીની ઉત્સવ ડોલી પોતાના શીતકાલીન પ્રવાસ પર મુખબા ગામ અને મા યમુનાજીની ડોલી પોતાના શીતકાલીન પ્રવાસ ખરસાલી ગામમાંથી આવે છે. કોરોના મહામારીને લીધે આ વખતે ચાર ધામ યાત્રાને લઇને રોનક ઓછી જોવા મળી રહી છે.