નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જરૂરી મેડિકલ ઉપકરણો અને દવાઓની ખરીદી તથા નિગરાણીને વધુ અસરકારક બનાવવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મદદ માટે ઈમરજન્સી પેકેજને પરવાનગી આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખી કહ્યું છે કે, આર્થિક મદદ કરતા આ પેકેજને જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી ત્રણ તબક્કામાં લાગુ કરાશે.
પહેલા તબક્કામાં કોરોના સામે લડવા હોસ્પિટલ, આઈસોલેશન વોર્ડ, વેન્ટિલેટર સુવિધાવાળા ICU, પ્રયોગશાળા, કર્મચારીઓની ભરતી વગેરે માટે મદદરૂપ થશે.