ETV Bharat / bharat

ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી - Central Drug Standards Control Organization

ભારત બાયોટેકને કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનની પેનલે કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા માટે અરજી કરવામાં આવી હતી.

Covaxin in india
Covaxin in india
author img

By

Published : Jan 2, 2021, 7:50 PM IST

Updated : Jan 2, 2021, 7:59 PM IST

  • ભારત બાયોટેકની કોવેક્સિનને મળી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
  • ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળવાની બાકી
  • ભારત બાયોટેક અને ICMRના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીએ સાથે મળીને બનાવી રસી

નવી દિલ્હી : ભારત બાયોટેકને કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (Central Drug Standards Control Organization)ની પેનલે કોવેક્સિનને આપાલકાલિન મંજૂરી આપવા માટે અરજી કરવામાં આવી હતી.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળવાની બાકી

આ પહેલા શુક્રવારના રોજ ભારતના CDSCOની 10 નિષ્ણાંતોની સમિતિને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેમનેકા કોરોના વાઇરસ વેક્સિન(કોવિશિલ્ડ)ને ઈમરજન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપી છે. જોકે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળવાની બાકી છે. સ્વદેશી રસી કોવેક્સિન ભારત બાયોટેક અને ICMRના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે.

કંપનીએ વૈશ્વિક સ્તરે 3 લાખથી વધુ વિષયોમાં 75થી વધુ પરીક્ષણ પૂર્ણ કર્યા

ઉલ્લેખનીય છે કે, બીનોમ વૈલી સ્થિત ભારત બાયોટેક કંપની વૈશ્વિક બાયોટેત ઉદ્યોગનું હબ છે. આ સાથે ભારત બાયોટેકને રસી બનાવવાનો બહોળો અનુભવ છે. આ પહેલા કંપનીએ પોલીયો, રેબીજ, રોટા વાઇરસ, જાપાની ઇનસેફ્લાઇટિસ, ચિકનગુનિયા અને જિકા વાઇરસ માટેની પણ વેક્સિન બનાવી છે. સમગ્ર વિશ્વમાં રસીનો 4 બિલિયનથી પણ વધુ ડોઝ આપ્યા બાદ, ભારત બાયોટેક સંશોધનનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું છે. કંપની કોમ્પ્રિહેન્સિવ મલ્ટિ-સેન્ટર ક્લિનિકલ ટ્રાયલ્સનું સંચાલન કરવામાં કુશળ છે. કંપનીએ વૈશ્વિક સ્તરે 3 લાખથી વધુ વિષયોમાં 75થી વધુ પરીક્ષણ પૂર્ણ કર્યા છે.

બીમારીથી પીડાતા 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને પ્રથમિકતા અપાશે

કેન્દ્ર સરકારે ડ્રાઇવના પહેલા તબક્કામાં લગભગ 30 કરોડ લોકોને રસી લગાવવાની યોજના બનાવવામાં આવી છે. રસી સૌથી પહેલા એક કરોડ આરોગ્ય કર્મચારીઓ સાથે બે કરોડ ફ્રન્ટલાઇન કોરોના વાઇરસ અને જરૂરી કર્મચારીઓ તેમજ 27 કરોડ સિનિયર સિટિઝનને આપવામાં આવશે. વેક્સિન માટે પહેલાથી બીમારીથી પીડાતા 50 વર્ષથી મોટી ઉમરના લોકોને પ્રથમિકતા આપવામાં આવશે.

Last Updated : Jan 2, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.