ETV Bharat / bharat

હાથરસ કેસ: CBI દ્વારા તપાસ શરૂ, FIR નોંધીને ટીમની રચના કરાઇ - હાથરસ કેસમાં CBI તપાસ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઉત્તર પ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરે દલિત યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મની તપાસ હાથ ધરી છે અને આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હાથરસ કેસ
હાથરસ કેસ
author img

By

Published : Oct 11, 2020, 1:32 PM IST

નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ ઉત્તર પ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરે દલિત યુવતી પર થયેલા દુષ્કર્મ કેસની તપાસ હાથ ધરી છે અને આ મામલે FIR દાખલ કરી છે. પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એજન્સીએ રવિવારે સવારે ભારતીય દંડ સંહિતાની દુષ્કર્મ અને હત્યા સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરી હતી.

આ અગાઉ મૃતકના ભાઈની ફરિયાદના આધારે હાથરસ જિલ્લાના ચંદપા પોલીસ સ્ટેશનમાં બનાવ સંદર્ભે ગુનો નોંધવામાં આવ્યો હતો. CBIના પ્રવક્તા આર. કે. ગૌરે કહ્યું કે, "ફરિયાદીએ 14 સપ્ટેમ્બરના રોજ આરોપ લગાવ્યો હતો કે, આરોપીઓએ તેની બહેનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો." CBIએ આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશ સરકારના આદેશ અને ભારત સરકારની સૂચના બાદ કેસ નોંધ્યો છે.

તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ માટે એજન્સીએ એક ટીમ બનાવી છે. ભોગ બનેલી 19 વર્ષીય દલિત યુવતીનું 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. આ પછી હાથરસમાં મોડી રાત્રે પીડિતાનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આરોપ છે કે, આ માટે પરિવારની પરવાનગી લેવામાં આવી ન હતી. આ ઘટના અંગે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરવામાં આવી હતી.

બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે, અંતિમ સંસ્કાર પરિવારની ઈચ્છા મુજબ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, કેટલાક લોકો આ ઘટનાની આડમાં વંશીય તણાવને વેગ આપવા માગે છે. જોકે, વિરોધી પક્ષો સતત રાજ્ય સરકારની નિંદા કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ હાથરસની ઘટનાને લઈને ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરપ્રદેશની પોલીસે કહ્યું હતું કે, કોઈની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો નથી. કારણ કે, તેમના માટે અને બીજા ઘણા ભારતીયો માટે તેઓ (હાથરસ કેસનો ભોગ બનેલા) કોઈ લગાતા ન હતા. તેમણે લખ્યું હતું કે, શરમજનક સત્ય એ છે કે, ઘણા ભારતીય દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને માનવી માનવામાં આવતા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.