નવી દિલ્હી: આશરે 22 વર્ષ પહેલા બોગસ દસ્તાવેજોના આધારે વિજા મેળવી કેનેડા ગયેલા રૂઢરામ નામના વ્યક્તિની પોલીસે એરપોર્ટ પરથી અટકાયત કરી છે. તે 1998માં કેનેડા ચાલ્યો ગયો હતો.
અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું કે, ઇમિગ્રેશન રેકેટની ઘટનામાં CBIના કહેવાથી ઈન્ટરપોલે 2009માં રામની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 1998માં એક ઈમિગ્રેશન રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જે કેનેડાના ઉચ્ચાયુક્તમાં ઈમિગ્રેશન કાર્યક્રમોના અધિકારી પ્રીતિ અહલૂવાલિયા ગ્રોવરની મદદથી ચાલતુ હતુ. એજન્સીએ અહલૂવાલિયા સામે પણ ફરિયાદ દાખલ કરી છે.
રામ 25 ફેબ્રુઆરીએ સવારે પોતાના પરિવાર સાથે કેનેડાના પાસપોર્ટ પર ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર પહોંચ્યો તો ઈવિગ્રેશન અધિકારીઓએ સીબીઆઈને રેડ કોર્નર નોટીસ અંગે સૂચના આપી હતી. ત્યારબાદ CBIએ તેની ધરપકડ કરી હતી.