મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પર આરોપ છે કે, તેમણે 2014ની વિધાનસભા ચૂંટણી દરમિયાન એફિડેવીટમાં પોતાના પર ચાલી રહેલા બે ગુનાહિત કેસની માહિતી છુપાવી હતી. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ તરફથી રાહત મળી હતી. પણ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાંથી મળેલી ક્લીન ચીટને રદ કરી દીધી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ આદેશ આપ્યો છે. અરજીકર્તાનો આરોપ છે કે, ફડણવીસે નાગપુર જિલ્લા કોર્ટમાં પોતાના વિરુદ્ધ ચાલી રહેલા બે કેસની માહિતી છુપાવી છે. અરજદારનું માનવુ છે કે, મુખ્યપ્રધાન ફડણવીસે લોકપ્રતિનિધિત્વ કાયદો 1951 અને કલમ 125 એનું ઉલ્લંઘન કર્યું છે.
કોર્ટે આ કેસમાં 23 જૂલાઈ સુધી ચૂકાદો સુરક્ષિત રાખતા કહ્યું હતું કે, 2014ના આ કેસમાં માહિતી છુપાવવા બદલ ભૂલ ચૂકના કેસમાં નિચલી કોર્ટ આ અંગે નિર્ણય લેશે.