ઉત્તર પ્રદેશઃ શાહજહાંપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનીએ મેડિકલ કોલેજના આચાર્ય અને બે ડૉક્ટર સામે છત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બદલ પોલીસે આચાર્ય અને ડૉક્ટર સામે ગુનો નોંધ્યો છે. આ કિસ્સામાં, કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ પણ મેડિકલ કોલેજ વહીવટ પર ગુંડાગીરી અને પજવણીનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસે આ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે.
વિદ્યાર્થીનીના છત પરથી કૂદવાના પ્રયાસ બાદ અન્ય વિદ્યાર્થીનીઓએ પણ મેડિકલ કોલેજ સામે મોરચો ખોલ્યો છે. તેમનું કહેવું છે કે, તેમને પણ મેડિકલ કોલેજ વહીવટી તંત્ર દ્વારા ધમકી આપવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યું છે કે, જો તેઓ કંઈ કહેશે તો તેમની કારકિર્દી બરબાદ કરવામાં આવશે.
મેડિકલ કોલેજની છત પરથી વિદ્યાર્થીનીએ છલાંગ લગાવતા પહેલા તેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે મેડિકલ કોલેજના મેનેજમેંટ પર પજવણી અને ધમકીનો આરોપ લગાવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીનીઓને શાંત પાડી હતી.
આ મામલો મીડિયામાં આવ્યા બાદ પોલીસે હવે મેડિકલ કોલેજના આચાર્ય એ.કે.શુક્લા, એમએસ ડો.કે.જી.પાલ અને ડો.રાકેશ આર્ય સામે કલમ 342, 596ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. હાલમાં હાઈપ્રોફાઈલ મેડિકલ કોલેજના મેનેજમેન્ટ વિરુદ્ધ ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ આરોપીની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.