ETV Bharat / bharat

શું આપણે પ્રવાસી શ્રમિકોને મદદરૂપ ના થઈ શકીએ?

બે મહિનાના લૉકડાઉનના કારણે ભારતના પ્રવાસી શ્રમિકોની કરૂણ દશાનો ઇતિહાસ સર્જાઈ ગયો છે. માર્ચના છેલ્લા અઠવાડિયે કોરોના કાબૂમાં રહેશે એમ સમજીને કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યો કે શ્રમિકો જ્યાં પણ હોય ત્યાં તેમને રોકી રાખો. પરંતુ બધું બંધ થવા લાગ્યું ત્યારે પોતાનું અને ગામડે રહેલા પરિવારનું શું થશે તેની ચિંતામાં મજૂરોએ પગપાળા જ વતનભણી પ્રવાસ શરૂ કરી દીધો હતો.

author img

By

Published : May 29, 2020, 6:35 PM IST

ો
શું આપણે પ્રવાસી શ્રમિકોને મદદરૂપ ના થઈ શકીએ?

હૈદરાબાદઃ યાતનાભરી સ્થિતિમાં મૂકાઈ ગયેલા રોજમદારોની એક જ વ્યથા હતી કે "કોરોના સે મર રહે હૈ, ઉપર સે સરકાર માર ડાલેંગી." સતત લૉકડાઉન લંબાતું ગયું તે પછી આખરે મે મહિનાની શરૂઆતમાં સરકારને શ્રમિક ટ્રેનો શરૂ કરવાની ફરજ પડી.

અત્યાર સુધી લેવાયેલા પગલાંનો બચાવ કરતાં સરકાર કહે છે કે ત્રણ અઠવાડિયામાં 35 લાખ લોકોને વતન પહોંચાડવામાં આવ્યા છે. બસો દ્વારા બીજા 40 લાખ ઘરે પહોંચ્યા છે અને આગામી 10 દિવસોમાં વધુ 2600 શ્રમિક ટ્રેનો દોડાવીને 36 લાખ લોકોને વતનના રાજ્યોમાં મોકલવામાં આવશે. થોડા દિવસ પહેલાં ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી જેથી રાજ્ય સરકારો અને રેલવે મંત્રાલય વચ્ચે સંકલન થઈ શકે. ખાસ કરીને ટ્રેનમાં પ્રવાસ કરતાં મહિલા, બાળકોની સંભાળ લેવાનું અને સ્વચ્છતા, ભોજન અને આરોગ્યની સંભાળ રાખવાનું સૂચન કરાયું હતું.

આમ છતાં રેલવે પ્રવાસીઓ માટે ભોજન કે પાણીની વ્યવસ્થા કરી શક્યું નહિ અને તેના કારણે દિલ્હી રેલવે સ્ટેશને જ બિહાર જઈ રહેલી ટ્રેનના પ્રવાસીઓએ ફૂડ પાર્સલ અને પીવાના પાણીની બોટલોની લૂંટ કરવી પડી હતી. 10થી 20 કલાક સુધી ટ્રેનમાં મજૂરોને પીવાનું પાણી પણ મળતું નહોતું, ભોજનની વાત જ જવા દો. સ્પેશિયલ ટ્રેન હોવાથી વચ્ચે ક્યાંય રોકાતી નહોતી અને કલાકો સુધી ચાલ્યા કરતી હતી તેથી આવી સ્થિતિ થઈ હતી. એવું પણ બન્યું કે ઉત્તર પ્રદેશની ટ્રેન ઝારખંડ પહોંચી ગઈ અને તે રીતે મુસાફરો 30થી 40 કલાક હેરાન થયા. પીડા ભોગવી રહેલા રોજમદારોને દાઝ્યા પર ડામ જેવું આ થયું હતું.

બુદ્ધિજીવીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે: 'શું આપણે આ સીધાસાદા રોજમદાર વર્ગની વધારે સારી રીતે, માનવીય રીતે સંભાળ ના લઈ શકીએ, દેશના અર્થતંત્રને ચલાવવામાં આ કામદારો જ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યારે તેમની આવી દશા?'

2011ની વસતિ ગણતરી પ્રમાણે દેશમાં લગભગ 14 કરોડ પ્રવાસી કામદારો છે. 2017ના આર્થિક સર્વેક્ષણ અનુસાર આગામી પાંચ વર્ષમાં દર વર્ષે 90 લાખ માઇગ્રન્ટ કામદારો એક રાજ્યથી બીજા રાજ્યમાં રોજી રળવા જશે. સૌથી વધુ મજૂરો ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી બહાર જાય છે, અને તે પછીના ક્રમે મધ્ય પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર આવે છે. આ રાજ્યોના મજૂરો દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં રોજી કમાવા જાય છે.

કોરોના જેવી મહામારી આવે ત્યારે અજાણી ભૂમિમાં કુટુંબથી એકલા રહેવાનું કોઈને ના ગમે. તેમને ગામડે પાછળ રહી ગયેલા પરિવારની પણ ચિંતા હોય છે. આવી સ્થિતિને કારણે આ રોજમદારો બસ પોતાના વતન પહોંચી જવા માગતા હતા. વાહન વ્યવહાર બંધ થઈ ગયા ત્યારે મજૂરો ચાલતા, સાયકલ લઈને નીકળી પડ્યા. હજારો કિલોમિટરનો પ્રવાસ પગપાળા કરવા તૈયાર થઈ ગયા. તેના કારણે રસ્તામાં અનેક લોકોનો ભોગ લેવાયો, કેટલાક અકસ્માતમાં માર્યા ગયા.

સૌથી ક્રૂર ઘટના બની હતી થાકીને પાટા પર સૂઈ ગયેલા 26 મજૂરો માલગાડી નીચે કપાઈ ગયા તે. એક કિશોરીએ પોતાના ઘાયલ પિતાને લઈને ઘરે જવા માટે 1200 કિલોમિટરનો પ્રવાસ આરંભ્યો તે ઘટના આખી દુનિયામાં ફેલાણી. ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ તેની તસવીરને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી. આ બધી ઘટનાઓ મજૂરોની યાતનાનું પ્રતીક બની ગઈ છે.

અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, હરિયાણા અને પંજાબમાંથી 30 ટકા માઇગ્રન્ટ વર્કર્સને રવાના કરાયા છે. બંને તેલુગુભાષી રાજ્યોમાંથી કુલ 140 સ્પેશ્યલ ટ્રેનો દ્વારા 2 લાખ કામદારોને મોકલવામાં આવશે. તેલંગાણા હાઈ કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે કામદારોને તેમના રાજ્યોમાં મોકલી આપો. ગુજરાત હાઈ કોર્ટે આદેશ આપ્યો છે કે એક એક તરફનું ભાડું સંબંધિત રાજ્ય સરકારોએ ભોગવવું જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકલન સાથે કામ કરે તે જરૂરી બન્યું છે. જુદા જુદા વિભાગો સાથે મળીને કામ કરે અને કામદારોને યોગ્ય ભોજન, સુવિધા અને સન્માન સાથે તેમના વતનમાં પહોંચાડે તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.