નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. જામીન પર છૂટેલા લોકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ સંબંધિત એક અરજીની સુનાવણી કોર્ટ દ્વારા કરવામાં આવી રહી હતી.
અરજીમાં તે કાયદા પર સવાલ કરવામાં આવ્યો હતો કે શું અદાલતને જામીન આપતી વખતે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જો ગુનાનો સોશ્યલ મીડિયા સાથે કોઈ સંબંધ નથી તો આ પ્રતિબંધ લાદવો જોઇએ કે નહીં તે વિચારણા કરશે.
આ અરજી વરિષ્ઠ એડવોકેટ અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે દાખલ કરી હતી.