ETV Bharat / bharat

શું ફ્લુની રસી કોવિડ-19 સામે રક્ષણ પુરૂ પાડી શકે છે ? - કોરોના

કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યુ છે કે નોવેલ કોરોના વાયરસના ભયની વચ્ચે સામાન્ય ફ્લુના કેસમાં પણ વધારો થયો છે. બજારમાં ફ્લુની રસીની ચર્ચા વધુ હોવાનું કારણ એ છે કે લોકો એવા વહેમમાં છે કે, ફ્લુની આ રસી તેમને કોવિડ-19 સામે રક્ષણ પુરૂ પાડી શકે છે, પરંતુ લોકોને એ સમજવુ જરૂરી છે કે ફ્લુ અને કોવિડ-19 થવાના કારણો અલગ અલગ હોય છે અને માટે બંન્નેની રસી પણ એકબીજાથી તદ્દન અલગ હોય છે. આ વીશે વધુ જાણવા માટે અમે એમબીબીએસ, એમડી(મેડિસીન) અને ઇન્દોરની એપલ હોસ્પિટલમાં કાર્યરત એવા ડૉ. સંજય કે. જૈન સાથે વાતચીત કરી હતી.

Flu Vaccine
Flu Vaccine
author img

By

Published : Dec 20, 2020, 10:53 PM IST

સામાન્ય તાવ અને Covid-19 વચ્ચેનો તફાવત

  • Covid-19એ SARS-CoV-2 વાયરસને કારણે ફેલાય છે જ્યારે સામાન્ય તાવ ઇન્ફ્લુએન્ઝા એ અને બી વાયરસથી ફેલાય છે.
  • Covid-19 એ શ્વસનતંત્રને લગતી બીમારી છે જે આગળ વધીને ફેફસાને ચેપગ્રસ્ત કરે છે જ્યારે તાવના વાયરસ મોટાભાગે નાક અને ગળા સુધી સીમીત રહે છે.
  • Covid-19નો ચેપ 14 થી 21 દિવસ સુધી લાગી શકે છે જ્યારે સામાન્ય તાવનો ચેપ લાગવાની શક્યતા 7 દિવસની હોય છે.
  • Covid-19ના વાયરસનુ જોર સામાન્ય ફ્લુ કરતા વધુ હોય છે, તેની અસર તીવ્ર હોય છે અને તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે.

શું ફ્લુની રસી Covid-19 સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે ?

ના, ફ્લુની રસી Covid-19 સામે રક્ષણ આપવા માટે સક્ષમ નથી. તેનું કારણ જણાવતા ડૉ. સંજય જણાવે છે કે દરેક વાયરસને પોતાનુ અલગ માળખુ હોય છે અને જ્યારે તે જ વાયરસ માટે તે માળખા પ્રમાણે રસી બનાવવામાં આવે છે અને માટે જ તે રસી માત્ર ને માત્ર તે જ રોગ સામે રક્ષણ પુરૂ પાડી શકે છે. બીજા શબ્દોમાં કહીયે તો ફ્લુ કે સ્વાઇન ફ્લુ માટે બનેલી રસી માત્ર ને માત્ર તે જ રોગ સામે રક્ષણ પુરૂ પાડી શકે છે અને તે રસી અન્ય કોઈ રોગ માટે તે અસરકારક સાબીત થઈ શકતી નથી.

Flu Vaccine
સામાન્ય તાવ અને કોવિડ-19 વચ્ચેનો તફાવત

રસી શું છે ?

દરેક વાયરસ માટે રસી બનાવવાની પ્રક્રીયા ઓછા વત્તા અંશે એકસમાન હોય છે. ધ સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવવા પ્રમાણે રસીમાં એ જ વાયરસ સમાયેલા હોય છે જે બીમારીનું કારણ બને છે. (ઉદાહરણ તરીકે ઓરીની રસીમાં ઓરીના વાયરસ સમાયેલા હોય છે અને હિબની રસીમાં હિબના બેક્ટેરીયા સમાયેલા હોય છે.) પરંતુ આ વાયરસને કાં તો મારી નાખવામાં આવ્યા હોય છે અથવા તેને નબળા પાડી દેવામાં આવ્યા હોય છે જેથી તે દર્દીના બીમાર ન બનાવી શકે. કેટલીક રસીમાં રોગના જંતુઓનો માત્ર થોડો અંશ હોય છે.

વધુમાં નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ રસીને આપણી ચામડીના નીચેના ભાગમાં ઇન્જેક્શન વડે પહોંચાડવામાં આવે છે. એક વખત તેને શરીરમાં પ્રવેશ આપવામાં આવે ત્યાર બાદ તે આપણી રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરે છે અને જે તે વાયરસ સામે લડવાના એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. કોઈ રોગ સામે તમારી પ્રતિકારક ક્ષમતા ઉત્પન્ન થાય છે ત્યાર બાદ એન્ટીબોડી બનતા 2 થી 4 અઠવાડિયા જેટલો સમય લાગે છે. જો કે, કેટલા સમય સુધી રોગ પ્રતિકારક ક્ષમતા જળવાય રહે છે તે સમયગાળો અલગ અલગ હોઈ શકે છે. કેટલીક રસીમાં રોગ પ્રતિકારક ક્ષમચા એક કે બે વર્ષ સુધી રહી શકે છે. ઉદાહરણ તરીકે સ્વાઇન ફ્લુની રસીની પ્રતિકારક ક્ષમતા એક વર્ષ સુધી રહે છે પરંતુ અત્યાર સુધી આપડે કોવિડ-19 વીશેની તેવી કોઈ માહિતી મેળવી શક્યા નથી.

આ રસી મોટાભાગે લાઇવ એન્ટેન્યુએટેડની બનેલી હોય છે એટલે કે તેને વાયરસની શક્તિ ઓછી કરીને તેમાંથી બનાવવામાં આવે છે માટે તે ઇન્જેકશનની જગ્યાએ પીડા ઉત્પન્ન કરી શકે છે અથવા સામાન્ય તાવ, માથાનો દુખાવો તે શરીરના કોઈ ભાગમાં દુખાવો જેવા લક્ષણો દેખાઈ શકે છે જે સામાન્ય પેરાસીટામોલથી દુર કરી શકાય છે. ખુબ ઓછા કિસ્સાઓમાં રસીની આડઅસર પણ થઈ શકે છે. પરંતુ આવા કિસ્સાઓની સંખ્યા જૂજ માત્રામાં હોય છે. જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ નબળી હોય તો તેને મેનીન્જાઇટીસ, ન્યુરોપથી અથવા મ્યોપથી જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ આમ થવાની શક્યતા ખુબ જ ઓછી હોય છે.

ફ્લુની રસીની જરૂર કોને પડે છે ?

ડૉ. સંજયના જણાવે છે કે જ્યાં સુધી તેઓ જાણે છે ત્યાં સુધી સામાન્ય ફ્લુ સામેની રસી લેવા માટે લોકો ઉત્સાહીત જણાતા નથી. હકીકતમાં આ રસીની ભલામણ દરેક વ્યક્તિ માટે કરવામાં આવી હોય છે તેમ છતા તેઓ રસી માટે એટલા ગંભીર જણાતા નથી, કદાચ તેનું કારણ જાણકારીનો અભાવ હોઈ શકે છે. “દરેક વ્યક્તિ રસી ન પણ લે તો પણ જે લોકોને ફ્લુથી વધુ જોખમ છે તેઓએ આ રસી લેવી જોઈએ તેવી હું ખાસ ભલામણ કરીશ. વૃદ્ધો, હ્રદયની બીમારી કે ડાયાબીટીસ જેવી બીમારીથી પીડાતા લોકો, જેમણે બાયપાસ સર્જરી કરાવી છે તેવા દર્દીઓ, ઢીચણના ઓપરેશનમાંથી પસાર થયેલા લોકો, ડાયાલીસીસના દર્દીઓ, કીમોથેરાપીમાંથી પસાર થતા કેન્સરની દર્દીઓ અથવા જેઓ પથારીવશ છે તેવા દર્દીઓને ન્યુમોનીયા કે ફ્લુ થવાની શક્યતા ખુબ જ વધારે છે. તેથી તેઓએ ફ્લુની રસી જરૂરથી લેવી જોઈએ.” આ ઉપરાંત બાળકથી લઈને પુખ્ત વયના લોકો સુધી ફ્લની રસી દરેક વ્યક્તિએ લેવી જોઈએ. તમામ લોકો માટે તે ફાયદાકારક હોવાથી બજારમાં તે ઉપલબ્ધ હોવા વીશે આપણે માહિતીનો પ્રસાર કરવો જોઈએ. આ રસી એક કે બે વર્ષ સુધી ફ્લુથી રક્ષણ પુરૂ પાડે છે.

તેથી, જે રસી જે રોગ માટે બની હોય તેના માટે જ તે કામ આપે છે. ડૉ. સંજય એમ પણ જણાવે છે કે, સામાન્ય રીતે રસી તૈયાર થતા 3 થી 5 વર્ષનો સમયગાળો લાગે છે પરંતુ હાલમાં અદ્યતન ટેક્નોલોજી અને તબીબી ક્ષેત્રે ક્રાંતિ આવવાને કારણે કોવિડ-19ની રસી ખુબ જ ટૂંકા સમયગાળામાં તૈયાર થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.