ETV Bharat / bharat

શું અશ્વગંધા કોરોના વાઈરસથી બચાવી શકે છે ? - covid-19 india

આયુર્વેદમાં અશ્વગંધા મહત્વની ઔષધિ છે. અશ્વગંધાના ઘણાં ફાયદા છે અને તેનાથી ઘણાં રોગોનું નિદાન મળ્યું છે. તાજેતરમાં એવા રિપોર્ટ મળ્યાં હતાં કે, કોરોના વાઈરસથી બચવા માટે અશ્વગંધા મહત્વની ભૂમિકા ભજવે છે. પણ ખરેખર અશ્વગંધા શું છે અને તે કોરોના વાઈરસના નિદાન માટે કઈ રીતે મહત્વનો ભાગ ભજવી શકે છે ?

Can Ashwagandha Beat COVID-19?
શું અશ્વગંધા કોરોના વાઈરસથી બચાવી શકે છે ?
author img

By

Published : Jul 28, 2020, 5:37 PM IST

ન્યૂઝ ડેસ્કઃ આયુર્વેદમાં અશ્વગંધા મહત્વની ઔષધિ છે. અશ્વગંધાના ઘણાં ફાયદા છે અને તેનાથી ઘણાં રોગોનું નિદાન મળ્યું છે. તાજેતરમાં એવા રિપોર્ટ મળ્યાં હતાં કે, કોરોના વાઈરસથી બચવા માટે અશ્વગંધા મહત્વની ભૂમિકા ભજવે છે. પણ ખરેખર અશ્વગંધા શું છે અને તે કોરોના વાઈરસના નિદાન માટે કઈ રીતે મહત્વનો ભાગ ભજવી શકે છે ?

આયુર્વેદ નિષ્ણાત, ડૉ.રંગનાયકુલુ (પીએચડી આયુર્વેદ) સમજાવે છે કે, 'વિથાનીયા સોમનીફેરા ભારતમાં અશ્વગંધા તરીકે ઓળખાય છે. તેમાં ઘોડાના પેશાબના જેવી ગંધ આવે છે અને તેથી તેને અશ્વગંધા કહે છે. ‘અશ્વ’ એટલે ઘોડો અને ગંધાનો અર્થ છે ‘ગંધ’. તે મૂળભૂત રીતે એનાબોલિક ડ્રગ છે, એક એવી દવા જે શરીરમાં વજન અને સ્ટેરોઈડમાં વધારો કરે છે. ભારતમાં દવાઓના ઇતિહાસમાં અશ્વગંધાનો લાંબા સમયથી ઉપયોગ થાય છે. ડૉ. રંગનાયકુલુ ઉમેરે છે કે, "આની ઓળખ લગભગ 3000-4000 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.'

અશ્વગંધાના ફાયદા

  • સારું રોગપ્રતિકારક છે.
  • આયુષ્યમાં વધારો કરે છે.
  • શક્તિ વધે છે.
  • જો સૂવાના સમય પહેલાં દૂધ સાથે લેવામાં આવે તો તે અનિદ્રાને દૂર કરે છે.
  • તે એક કાયાકલ્પ કરનાર છે અને દુર્બળતા દૂર કરે છે
  • તે પીડાને ઓછી કરે છે.
  • તે પુરુષોમાં વીર્યની ગુણવત્તા સુધારે છે.
  • એનર્જી અને સ્ટેમિનામાં સુધારો કરે છે.
  • ચિંતા અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે.

અશ્વગંધા અને કોવિડ-19

ડૉ. રંગાનાયકુલુ કહે છે કે, 'એવા ઘણાં રિપોર્ટ મળ્યાં છે કે અશ્વગંધા કોરોના વાઈરસથી રક્ષણ આપી શકે છે. પરંતુ તે 100 ટકા કન્ફર્મ ના કહી શકાય. કારણ કે અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જ્યારે કોઈ પણ ઈન્ફેક્શન હોય ત્યારે જો તમારી રોગપ્રતિકારાક શક્તિ સારી હશે તો તમને જરુરથી રક્ષણ મળશે. અત્યારે તબીબી પરીક્ષણ ચાલી રહ્યાં છે અને આપણે પરિણામની રાહ જોવી જોઈએ.'

શું અશ્વગંધાનો ઉપયોગ સલામત છે ?

અશ્વગંધા ઘણાં પ્રકારમાં લઈ શકાય છે.

  • ટેબલેટ
  • પેસ્ટ
  • પ્રવાહી
  • પાવડર

નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે યોગ્ય અને પૂરતા પ્રમાણમાં આહાર લેશો તો જ અશ્વગંધાથી ફાયદો થશે. જો આમ નહીં કરો તો તેની આડ અસરો જોવા મળશે. અશ્વગંધાને બહુ ઓછી માત્રામાં લેવું જોઈએ. 500 મિલિગ્રામ - દૂધ સાથે, મધ સાથે અથવા ડૉક્ટરની સલાહ મુજબ લેવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન અને થાઈરોડની બીમારી હોય તો તેમણે અશ્વગંધાનો ઉપયોગ કરવો નહીં અથવા ડૉક્ટની સલાહ લેવી. કોવિડ-19ના સમયમાં લોકો અત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા અશ્વગંધાનો ઉપયોગ કરે છે, પરંતુ એક વાર ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.