ઝારખંડ રાજ્યના જમશેદપુર જિલ્લાના ચૌકા વિસ્તારમાં તીર્થયાત્રીઓથી ભરેલી મિની બસ પલટી ગઇ હતી. આ અકસ્માતમાં તીર્થયાત્રી રીતા દેવીને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું અને 15 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી અનુસાર બધા તીર્થયાત્રી જૂનાગઢના એક જ પરિવારના છે. જગન્નાથપુરીથી વારાણસી જતા સમયે સરાયકેલાના ચૌકા વિસ્તારમાં આ ઘટના ઘટી હતી.