ગુવાહાટી: ગુવાહાટીમાં ભૂસ્ખલન દરમિયાન એક યુવાન શાસ્ત્રીય નૃત્યાંગનાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
તે આસામની પ્રખ્યાત લોક નૃત્યાંગના હતી. પ્રિયંકાનું મોત ભૂસ્ખલન થતા થયું હતું. તે ગુવાહાટીના ખરગુલીની રહેવાસી હતી.વરસાદને કારણે રવિવારે તેના ઘરની પાસે ભૂસ્ખલન થયું હતું, ત્યારે તે પોતાના ઘરનો ઓરડો સાફ કરી રહી હતી, ત્યારે ભૂસ્ખલના કારણે તેનું મોત થયું હતું.
પ્રિયંકા મૂળરૂપથી શાસ્ત્રીય આસામી નૃત્ય અને લોકનૃત્ય રજૂ કરતી હતી. HSLCની પરીક્ષામાં તેમણે સંગીત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હતા. તેમણે ઘણા દેશોમાં પોતાનું લોકનૃત્યુ રજૂ કર્યું છે. તેને લંડનમાં લોક નૃત્ય કરવાની તક મળી હતી, પરંતુ તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું. કારણ કે, આ ભૂસ્ખલનની ઘટનામાં પ્રિયંકા પોતાનો જીવ ગુમાવ્યો છે.