ઉત્તર પ્રદેશ: બસપા સરકાર દ્વારા વર્ષ 2005માં લખનઉ સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર બનેલા બહુજન સમાજ પ્રેરણા કેન્દ્રમાં પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીની આરસ પહાણની મૂર્તિઓ લગાવવામાં આવી રહી છે. આ વાતને લઈને જ્યારે મીડિયા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે તેમણે મીડિયા પર જ નારાજગી વ્યકત કરી અને જાતિવાદના આરોપો મૂક્યા.
માયાવતીએ ટ્વીટ કરી જણાવ્યું ,"આ સર્વવિદિત છે કે આપણા દેશમાં સરકારી, ખાનગી, તેમજ સાર્વજનિક સ્થળો પર જે મૂર્તિઓ લગાવવામાં આવે છે. તેની ચોખ્ખાઈ પર તેમજ મરામત પર એટલું ધ્યાન આપવામાં આવતું નથી. આથી તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે જે કોઈને પસંદ નથી.”
જ્યારે બસપા દ્વારા સરકારી જ નહી, ખાનગી સ્થાનો પર પણ લગાવેલી મૂર્તિઓની સાફ સફાઈ પર ધ્યાન આપે છે. જે જગ જાહેર વાત છે. પ્રેરણા કેન્દ્રમાં આ જ કાર્ય ચાલી રહ્યું છે જેને મીડિયા અયોગ્ય રીતે દર્શાવી રહ્યું છે. મીડિયાએ જાતિવાદી વિચારધારામાંથી બહાર આવવું જોઈએ."