ETV Bharat / bharat

BSPએ 6 ધારાસભ્યોને આપ્યો વ્હિપ, કહ્યું-કોંગ્રેસ વિરુદ્ધ આપો વોટ - BSPએ 6 ધારાસભ્યોને આપ્યો વ્હિપ

બહુજન સમાજ પાર્ટીએ શુક્રવારથી શરૂ થનારા રાજસ્થાન વિધાનસભા સત્ર માટે વ્હિપ જાહેર કર્યો છે. વ્હિપમાં પાર્ટીએ 6 ધારાસભ્યોને વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા સૂચના આપી છે. આવું નહીં કરવા પર તેમનું સભ્યપદ જઈ શકે છે.

ETV BHARAT
BSPએ 6 ધારાસભ્યોને આપ્યો વ્હિપ
author img

By

Published : Aug 14, 2020, 2:22 AM IST

જયપુર. બહુજન સમાજ પાર્ટીએ શુક્રવારથી શરૂ થતા વિધાનસભા સત્ર માટે એક વ્હિપ જાહેર કર્યો છે. BSPએ તે 6 ધારાસભ્યોને આ વ્હિપ જારી કર્યો છે, જે કોંગ્રેસમાં જોડાયા છે. વ્હિપમાં ધારાસભ્યોને વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા સૂચના આપવામાં આવી છે. વ્હિપમાં લખ્યું છે કે, ધારાસભ્યો જો વ્હિપનું ઉલ્લંઘન કરશે તો તેમનું સભ્યપદ ગુમાવી દેશે.

ETV BHARAT
BSPએ 6 ધારાસભ્યોને આપ્યો વ્હિપ

BSPના રાષ્ટ્રીય મહામંત્રી સતીષ મિશ્રાએ વ્હિપ જાહેર કર્યું છે. વ્હિપમાં તમામ 6 ધારાસભ્યોને 10મી અનુસૂચિના પેરા 2 (1)A હેઠળ શુક્રવારે થનારા વિશ્વાસના મતમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ લખ્યું કે, જો ધારાસભ્યો વ્હિપનું ઉલ્લંઘન કરે તો તેઓ તેમનું સભ્યપદ ગુમાવી દેશે. ઉલ્લેખનીય છે કે, BSP ધારાસભ્યોનું કોંગ્રેસમાં વિલીનીકરણનો મામલો હજૂ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બન્નેમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.

ETV BHARAT
BSPએ 6 ધારાસભ્યોને આપ્યો વ્હિપ

BSP માંથી કોંગ્રેસમાં જોડાયેલા 6 ધારાસભ્યો

2018ની વિધાનસભાની ચૂંટણીમાં BSPની બેઠક પર 6 ધારાસભ્યો જીત્યા હતા, પરંતુ 2019માં ગેહલોતે તમામ ધારાસભ્યોને કોંગ્રેસ સામેલ કર્યા હતા. જે 6 ધારાસભ્યો BSPની ટિકિટ પર લડીને કોંગ્રેસમાં જોડાયા તે, રાજેન્દ્ર ગુઢા, વાજીબ અલી, જોગીન્દર અવના, સંદીપ યાદવ, લખન મીણા, દીપચંદ ખેરિયા સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.