આ શ્રેણીમાં જોઈએ તો તાજી ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુર સીકરીથી સામે આવ્યો છે. ફતેહપુર સીકરીથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર ભગવાન શર્મા ઉર્ફે ગુડ્ડૂ પંડિતે કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરને ચંપલથી મારવાની સોગંધ લીધા છે. ગુડ્ડૂ પંડિત જાહેરમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ફતેહપુર સીકરીના ઉમેદવાર રાજ બબ્બરને અપશબ્દો કહ્યા હતા.
ફતેહપુર સીકરી લોકસભા વિસ્તારમાં બીજા તબક્કામાં 18 એપ્રિલે મતદાન થવાનું છે. મંગળવારે સાંજના 5 કલાકે ફતેહપુર સીકરીમાં પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશમાં કુલ 80 લોકસભા બેઠક પર 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.