નવી દિલ્હી: ભારત સરકારના ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે નિર્ણય લીધો છે કે, BSNLના 4G ઉપકરણોને અપગ્રેડ કરવા માટે ચીની સામાનનો ઉપયોગ કરવામાં નહીં આવે. 4G સિસ્ટમમાં અપગ્રેડ એ BSNLના પુનર્વસન પેકેજનો ભાગ છે. વિભાગે BSNLને આ અંગે ફરીથી તેના ટેન્ડર પર કામ કરવા જણાવ્યું છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે, ખાનગી મોબાઇલ સર્વિસ ઓપરેટરોને પણ સંદેશા આપવા પર વિચાર કરવવામાં આવી રહ્યું છે. ચીની કંપનીઓ દ્વારા નેટવર્ક સુરક્ષા હંમેશાં ચિંતાઓ ઉભી કરે છે.ટેલીકોમ કંપની બાદ હવે ભારતીય રેલવેએ પણ તમામ ટેન્ડર ચીન સાથે રદ્દ કરી દીધા છે.
દેશના જુદા-જુદા ભાગોથી ચીન સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. લોકોએ અનેક સ્થળોએ વિરોધ પણ કર્યો હતો. તેમની માગ છે કે ચીની કંપનીઓને આપવામાં આવેલા કરાર રદ્દ કરવામાં આવે. દિલ્હી મેરઠ માટે રીજનલ રૈપિડ ટ્રાંજિટ સિસિટમનો કોન્ટ્રાક્ટ એક ચીની કંપનીને આપવામાં આવ્યો છે. જેને રદ્દ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રએ પણ હાલમાં એક ચીની કંપનીને ટેન્ડર આપ્યું છે. લોકો કહે છે કે તેને પણ રદ્દ કરવું જોઇએ. મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપી નેતા જિતેન્દ્ર અવહાદે દિલ્હી-મેરઠ મેટ્રોના કામ માટે ચીની કંપનીને આપેલા કરાર રદ્દ કરવાની માંગ કરી છે.
તમને જણાવી દઈએ કે ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા તો ચીનના 40 સૈનિકોના મોત થયા હતા. આમાં તેનો એક કમાન્ડર પણ સામેલ છે. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને ચેતવણી આપી છે. વડાપ્રધાને કહ્યું કે, કોઈ પણ સૈનિકનું બલિદાન વ્યર્થ નહીં જાય. જો કોઈ ઇમને ઉશ્કેરે , તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.
ભારતે લદ્દાખમાં માર્ગ નિર્માણ કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ચીન હંમેશાં આ બાંધકામ સામે વાંધો ઉઠાવતું રહ્યું છે. જો આ રસ્તા બની જાય તો ભારતને LAC પર જવું સહેલું થઇ જશે. ભારતની આ રણનીતિથી ચીન પરેશાન છે.