PM મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, બ્રિકસ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોચ્યો છું. આ પ્રવાસ દરમિયાન વિશ્વના અનેક નેતાઓ સાથે મુલાકાત કરીશ. વડાપ્રધાન 11માં બ્રિક્સ સંમેલનથી ઈતર બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે બેઠક કરશે.
વડાપ્રધાન રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ સાથે અલગ-અલગ બેઠક કરશે. તેમણે કહ્યું કે બ્રિક્સ સંમેલન બ્રિક્સ રાષ્ટ્રો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સંબધ વધારશે. બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથેની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ છે.
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાસિલિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.
