ઉત્તરાખંડ/ ચમોલી : હિમાલયના ઉત્તરી ક્ષેત્રોમાં 15 સપ્ટેમ્બર સુધી ખીલનારા બ્રહ્મ કમળ આ વખતે ઓકટોબર માસમાં ખીલતા જોવા મળી રહ્યા છે. સમુદ્ર સપાટીથી 4,750 મીટરની ઉંચાઈ પર આવેલ જી વિનાયક, નંદી કુંડ, પાંડવસેરા જેવા વિસ્તારોમાં હજારો બ્રહ્મા કમળ ખીલે છે. સીઝનની પ્રથમ હિમવર્ષાથી બ્રહ્મા કમળના ફૂલોને નુકસાન પહોંચ્યું છે. તેમ છતાં નંદી કુંડની આસપાસ મોટી સંખ્યામાં બ્રહ્મા કમળના ફૂલો ખીલેલા જોવા મળી રહ્યા છે.

કોરોનાકાળના લોકડાઉન હિમાલય ક્ષેત્રોમાં મળનારી જડી બુટ્ટીઓ અને બહ્રકમળ માટે સંજીવનીનું કામ કરે છે. જે દુર્લભ પ્રજાતિ માટે શુભ સંકેત માનવામાં આવે છે. આ વખતે બુગ્યાલોમાં માનવનો અવાજ ન થવાથી બહ્મ કમળ સહિત અનેક જડ્ડી બુટીઓ જોવા મળી નથી.

સામાન્ય દિવસોમાં ટ્રૈકિંગ પર ગયેલા પર્યટક બ્રહ્મ કમળ સહિત અનેક જડ્ડી બુટીઓ અથવા ફુલના છોડો ખીલ્યા પહેલા જ તોડી નાંખે છે. જેના કારણે તેના બીજ ફેલાતા નથી. આ વખતે ફુલો પાક્યાં છે અને તેના બીજ ફેલાતા આવનાર વર્ષે પણ બહ્મ કમળ સહિત અન્ય ફુલોની ઉપજ વધશે તેવી સંભાવના છે.

કેદારનાથ વન વિભાગના નાયબ વન સંરક્ષક અમિત કેવરે જણાવ્યુું કે, જળવાયુ પરિવર્તનના પરિણામોના અભ્યાસની સાથે હિમાલયક્ષેત્રે જૈવ વિવિધતાની જાણકારી માટે 5 સભ્યોનું દળ નદી કુંડ, પાંડવસેરા, બંશી નારાયણ થઈને ઉર્ગમના રસ્તે પરત ફર્યા હતા. સભ્યોની ટુકડી ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં જૈવવિવિધતા વિશે જાણવા નંદી કુંડ, પાંડવસેરા, બંશી નારાયણ થઈને ઉર્ગામ આવી હતી.
જ્યાં ટીમને દુર્લભ લાલ શિયાળ સહિતના અન્ય વનસ્પતિ મળી હતી. જેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, ટીમે નંદી કુંડમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષાનો સામનો કર્યો હતો. આ દિવસોમાં કુંડની આજુબાજુ બ્રહ્મકમળના ફૂલો પણ ખીલ્યા છે.