નવી દિલ્હી: ચીન સાથે સરહદ પર તણાવ ચાલુ છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમના ઇઝરાયલી સમકક્ષ બેની ગેન્ટઝ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. રાજનાથ સિંહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટઝ સાથે મારી ટેલિફોન વાતચીત થઈ હતી. અમે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગની પ્રગતિની સમીક્ષા કરી હતી.
રાજનાથસિંહે કહ્યું કે અમે કોવિડ-19ની પરિસ્થિતિ અંગે પણ વાત કરી હતી. બંને દેશો સાથે મળીને આ રોગચાળા સામે કેવી રીતે લડી શકાય, તે અંગે પણ વાતચીત કરી હતી. લદાખ અને લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ને લઈને ચીન સાથે ચાલી રહેલા તણાવને જોતા, ભારત એલએસી પર સર્વેલન્સ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માગે છે.