ETV Bharat / bharat

આ ફળો આરોગો અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં કરો વધારો ! - રોગપ્રતિકારક શક્તિ વધારો

Covid-19 મહામારીએ આપણને મજબૂત રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજાવ્યુ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ આપણને આપણા શરીરમાં પ્રવેશીને આપણા શરીરની સીસ્ટમમાં ખલેલ પહોંચાડતા વાયરસ અને બેક્ટેરીયા સામે લડવામાં મદદરૂપ થાય છે.

Fruits
Fruits
author img

By

Published : Dec 10, 2020, 5:24 PM IST

ન્યૂઝ ડેસ્કઃ Covid-19 મહામારીએ આપણને મજબૂત રોગપ્રતિકારક શક્તિનું મહત્વ સમજાવ્યુ છે. આપણી રોગપ્રતિકારક શક્તિ આપણને આપણા શરીરમાં પ્રવેશીને આપણા શરીરની સીસ્ટમમાં ખલેલ પહોંચાડતા વાયરસ અને બેક્ટેરીયા સામે લડવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને શીયાળાના સમયગાળા દરમીયાન જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે ત્યારે સામાન્ય શરદી ફ્લુ અને વાયરલ તાવ જેવા ચેપી રોગ થવાની શક્યતા વધી જતી હોય છે. આવી સ્થીતિમાં પૌષ્ટિક આહાર અને ફળો આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. તેથી, અહીં આ ઋતુમાં આવતા કેટલાક ફળોની વાત કરીએ જેનો ઉપયોગ તમારા આહારમાં દરરોજ કરવાથી એ તમારી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત રાખશે એટલું જ નહી પરંતુ આ ફળો તમને સ્વસ્થ રહેવામાં પણ ખુબ મદદરૂપ થશે.

સંતરા

શિયાળામાં આવતુ આ ફળ વીટામીન એ, બી, સીસ કેલ્શીયમ, મેગ્નેશીયમ, પોટેશીયમ, ફોસ્ફરસ અને કોલીન જેવા પોષકતત્વોથી ભરપૂર હોય છે. .કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. સાયટ્રસ ફેમેલીનું આ ફળ હોવાથી તે આપણી ચામડી અને વાળ માટે પણ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. વીટામીન સી ઉપરાંત તે વીટામીન ડી થી પણ ભરપૂર હોય છે જે આપણી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને સીઝનલ ઇન્ફેક્શનથી પણ રક્ષણ આપે છે.

કીવી

જો કે આ એક વિદેશી ફળ છે પરંતુ વૈશ્વિકીકીરણના કારણે હવે તે દેશના લગભગ દરેક ભાગમાં ઉપલબ્ધ છે. તે વીટામીન સી, વીટામીન ઇ અને વીટામીન કે ઉપરાંત પોટેશીયમ જેવા પોષકતત્વોથી ભરપૂર હોવાથી શરીર માટે તે ખુબ જ ફાયદાકારક નીવડી શકે છે. આંખોને મજબૂત બનાવવા માટે આ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. કીવી ફાયબર, એન્ટીઓક્સીડન્ટ્સ અને પોટેશીયમથી ભરપુર છે અને તે એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડન્ટ તરીકે પણ કામ કરે છે જે બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે અને લોહીની ગાંઠ થતા પણ અટકાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે તે પાચનશક્તિમાં પણ વધારો કરે છે.

દાડમ

દાડમથી થતા ફાયદાઓથી આપણે સૌ વાકેફ છીએ. આ એક એવું ફળ છે જેને ખાવાની સલાહ જ્યારે કોઈ બીમાર પડે છે ત્યારે ડૉક્ટર દ્વારા આપવામાં આવે છે. દાડમ ફાયબર, વીટામીન કે, વીટામીન સી, વીટામીન બી, આઇરન, પોટેશીયમ, ઝીંક તેમજ ઓમેગા-6 ફેટી એસીડ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. રોગનો ઉપચાર કરવાના તેના ગુણધર્મને કારણે તે ઘણા રોગોમાં શરીરને સ્વસ્થ રાખે છે. શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે તે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે અને વાળ અને ચામડીની સુંદરતામાં વધારો કરે છે. નીયમીત રીતે દાડમ ખાવાથી લોહી પાતળુ રાખવામાં મદદ મળે છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક સાબીત થાય છે. શરીરમાં આવતા બદલાવ સામે પણ દાડમ લડવાની શક્તિ આપે છે અને હ્રદયરોગની બીમારીમાં પણ ખુબ જ લાભકારક નીવડે છે. વજન ઘટાડવામાં તેની ખુબ મદદ મળી રહે છે.

મોસંબી

તેના ઔષધીય ગુણધર્મોને કારણે મોસંબીને દર્દીઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મોસંબીમાં વીટામીન સી ભરપૂર માત્રામાં હોવા ઉપરાંત તે વીટામીન એ, વીટામીન બી કોમ્પલેક્સ, ફ્લેવોનોઇડ, એમીનો એસીડ, કેલ્શીયમ, આયોડીન, ફોસ્ફરસ, સોડીયમ અને મેંગેનીઝથી ભરપૂર હોય છે. તેના એન્ટીઓક્સીડેટીવ ગુણધર્મોને કારણે તે દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે અને તે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં પણ મદદરૂપ થાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે નીયમીતપણે મોસંબી આરોગવાથી ઘણા રોગથી રક્ષણ મળી શકે છે.

સફરજન

‘દરરોજ એક સફરજન વ્યક્તિને ડૉક્ટરથી દુર રાખે છે’ આ કહેવતથી તે તમે પરીચીત જ હશો. સફરજનમાં મળતા પોલીફેનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ હ્રદયના આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબીત થાય છે. આ ઉપરાંત આપણા શરીરને જરૂરી એવા મીનરલ અને પોટેશીયમનો પણ સારો સ્ત્રોત છે. સફરજનનુ જ્યુસ હ્રદયના કાર્યને વેગ આપે છે અને સફરજન ખાવાથી શરીરની નબડાઈ દુર થાય છે. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાયબર, વીટામીન બી, વીટામીન સી, વીટામીન કે અને એન્ટીઓક્સીડેટીવ ગુણધર્મો હોય છે જેનાથી ચામડી અને પાચનશક્તિ મજબૂત થાય છે એટલું જ નહી પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

જામફળ

જામફળમાંથી મુખ્યત્વે મોટી માત્રામાં ફાયબર મળી રહે છે. શરીરની પાચનશક્તિ માટે તે ખુબ જ ફાયદાકારક છે. જામફળમાંથી મળતા વીટામીન એ અને ઇ આંખ, વાળ અને ચામડી માટે લાભકારક છે. જામફળમાં મળી આવતા લાયકોપીન નામના ફાયટો પોષકતત્વો કેન્સર અને ટ્યુમર જેવી બીમારી થી દુર રહેવામાં મદદ કરે છે. જામફળમાં બીટા કેરોટીન રહેલુ છે જે શરીરને ત્વચાના રોગોથી પણ દુર રાખે છે. જામફળ વીટામીન સી થી ભરપૂર હોય છે જે આપણા શરીરના સેલને ફ્રી રેડીકલ સામે લડતા સમયે નુકસાન થવાથી બચાવે છે. જામફળને આપણા હ્રદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમજ તે આપણા લોહીમાં બ્લડ શુગરને જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે.

તેથી, નીયમીત રીતે ફળો ખાવા ખુબ જ જરૂરી છે. ફળોમાં ભરપુર માત્રામાં પોષકતત્વો રહેલા છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તમે ફળોનો રસ પણ લઈ શકો છો પરંતુ યાદ રાખો કે તેમાં ખાંડ મેળવેલી ન હોવી જોઈએ કારણ કે તે તમારા સ્વાસ્થ્યને નકારાત્મક અસર પહોંચાડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.