કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારને સામાજિક અને આર્થિક રુપે પીડાતા લોકો માટે અલગ શ્રેણી બનાવી જોઇએ.
30 નવેમ્બર 2018માં મહારાષ્ટ્ર વિધાનસભાએ 16 ટકા અનામત આપવા માટેની અરજીને માન્ય ગણાવી હતી. જેમાં મરાઠા સમુદાયને શૈક્ષિણીક રીતે પછાત વર્ગને શિક્ષા અને નોકરીઓ માટે અનામતની મર્યાદા આપવામાં આવી છે.
16 ટકા અનામતમાં વધારો કરવામાં આવ્યો હતો જેનાથી મરાઠા અનામત 52 થી વધીને 68 ટકા થઇ ગઇ હતી. પરંતુ ત્યાર બાદ 16 ટકામાંથી ધટાડીને 12 ટકા કરવામાં આવી છે.
તો સરકારે આ બાબતે પ્રતિક્રીયા આપતા જણાવ્યું છે કે, આરક્ષણનો નિર્ણય સામાજિક અને આર્થિક રીતે પછાત મરાઠા વર્ગને આગળ લાવવા માટે લેવામાં આવ્યો છે.