હુમલા વખતે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આતંકીઓએ પ્રથમ તો વિસ્ફોટથી ભરેલી કારને બ્લાસ્ટ કર્યા બાદ ફાયરીંગ શરૂ કર્યું હતુ. આ વિસ્તારમાં રક્ષા મંત્રાલયની એક શાખા, એક સ્પોટ્સ સ્ટેડિયમ, સૂચના અને સંસ્કૃતિ મંત્રાલયની એક શાખા નજીકમાં જ છે. મળતી વિગતો મુજબ, આ વિસ્ફોટનો અવાજ કેટલાયે કિલોમીટર સુધી સંભળાયો હતો. તેમજ ધુમાડાઓ નીકળતા દેખાયા હતા. અત્યાર સુધી કોઈ પણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
સોમવારના રોજ આ હુમલો ત્યારે થયો જ્યારે અફઘાનિસ્તાનમાં શાંતિ મંત્રણા માટે એક તાલિબાન પ્રતિનિધિમંડળ અને અમેરીકાના પ્રતિનિધિ કતરમાં સાતમા રાઉન્ડની બેઠક કરી રહ્યા હતા.