ETV Bharat / bharat

અફઘાનિસ્તાન: કાબૂલમાં લગ્ન સમારોહમાં બ્લાસ્ટ, 40થી વધુના મોત, અનેક ઘાયલ

કાબૂલ: ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક લગ્ન સમારોહમાં બ્લાસ્ટ થયો છે. જેમાં લગભગ 40થી પણ વધારે લોકોના મોત થયા હોવાની ખબર આવી રહી છે. ઉપરાંત અહીં 100થી પણ વધારે લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે.

author img

By

Published : Aug 18, 2019, 7:46 AM IST

file

અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તા તરફથી પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો આ બ્લાસ્ટ શનિવારે મોડી રાતે થયો હતો. આ બ્લાસ્ટમાં મરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગોત મુજબ જણાવી દઈએ તો આ બ્લાસ્ટ ત્યારે થયો હતો જ્યારે લગ્ન મંડપમાં લોકોની ભારે ભીડ જમા થઈ હતી. જ્યાં અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો આમતેમ નાસભાગ કરવા લાગ્યા હતાં. જો કે, આ હુમલાની હજૂ સુધી કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી.

આપને જણાવી દઈએ કે, 10 દિવસ પહેલા જ કાબૂલમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 95થી પણ વધારે લોકોના મોત થયા હતા.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.