આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા ઘણાં કર્મચારીઓ ઘાયલ થયા છે. જ્યારે 15 લોકોના મોત થયા છે. ઘાયલ 48 લોકોને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.
મળતી માહિતી મુજબ હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ધુલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
દુર્ઘટનાને પગલે શિરપૂર તાલુકામાં હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધીનો તેનો અવાજ સંભળાયો હતો.