હરિયાણામાં નેતા ચૂંટવા માટે શનિવારે ભાજપ વિધાયક દળની બેઠક મળશે. જેમાં નિર્મલા સીતારમણ અને અરુણસિંહ અધ્યક્ષ રહેશે. તેમણે કહ્યું હતું કે, પાંચ અપક્ષ ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે.
અપક્ષ ધારાસભ્ય નયન પાલ રાવતનું નિવેદન
નયન પાલ રાવતે કહ્યું હતું કે, 'કોઈને પણ મંત્રી બનાવવા તે CM અને પાર્ટી નેતૃત્વનો અધિકાર છે, દરેકની મહત્વાકાંક્ષાઓ હોય છે. મારી મહત્વાકાંક્ષા અને ઈચ્છાશક્તિ પણ છે. મારી ઈચ્છા છે કે હું પણ કોઈકમાં ભળી જાવ જેથી મારા વિસ્તારના લોકોનો વિકાસ યોગ્ય રીતે થઈ શકે. નયન પાલે તેમ પણ કહ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીને મારુ સમર્થન આપુ છું. હું જે. પી. નડ્ડાને પણ મળ્યો છું'
ભાજપને ગોપાલ કાંડાનું પણ મળ્યુ સમર્થન
હરિયાણાની લોક હિત પાર્ટીના નેતા ગોપાલ કાંડા કે જે સિરસા મતવિસ્તારમાંથી જીત્યા છે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ સમર્થન આપ્યુ છે.
સોમવીર સાંગવાને આપ્યુ સમર્થન
હરિયાણાની દાદરી મતવિસ્તારના અપક્ષ ધારાસભ્ય સોમવીર સાંગવાએ ભાજપને પોતાનું સમર્થન જાહેર કરી દીધુ છે.
રંજીત સિંહ પણ ભાજપ સાથે
હરિયાણાના રાનિયા બેઠક પરથી જીત મેળવનાર રંજીત સિંહ પણે નિવેદન આપ્યુ હતું કે, 'હું જાહેરમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરુ છું'
આ અપક્ષ ઉમેદવારોનું છે ભાજપને ટેકો...
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 8 અપક્ષ ઉમેદવારોના ટેકાથી ભાજપ સરકાર બનાવશે. કહેવાય રહ્યું છે કે, જેમાં ગોપાલ કાંડ, રણજીતસિંહ ચૌટાલા, સોમવીર સાંગવાન, ધર્મપાલ ગોંદર, રણધીર ગોલન, બલરાજ કુંડૂ. નયનપાલ રાવત, રાકેશ દૌલતાબાદનો સમાવેશ થાય છે. આ 8 અપક્ષ ઉમેદવારો સાથે જે.પી.નડ્ડા અને અનિલ જૈને મુલાકાત કરી છે, ત્યાર પછી આ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.