મહારાષ્ટ્રમાં રાજ્યપાલે શિવસેનાને પૂછ્યું કે સરકાર બનાવવા તૈયાર છે કેમ? ચૂંટણી પરિણામોમાં શિવસેના બીજા મોટા પક્ષ તરીકે ઉભરી આવતા હવે તેમને આ સવાલ કરાયો છે. રાજ્યપાલે મહારાષ્ટ્ર શિવસેનાના પક્ષના નેતા એકનાથ શિંદેને આ સવાલ કર્યો છે. ભાજપ અને શિવસેના વચ્ચે 50-50ના ફોર્મ્યુલા અંગે મડાગાંઠ ન ઉકલતા ભાજપે સરકાર નહીં બનાવી શકાય તેમ કહી હથિયાર મુકી દીધા છે. ત્યારે રાજ્યપાલે પ્રક્રિયા મૂજબ બીજા મોટા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું છે.
રાજ્યપાલે શિવસેનાને 24 કલાકનો સમય આપ્યો છે. આવતીકાલે સાંજે સાડા સાત વાગ્યા સુધી સરકાર મળવા માટે કહ્યું છે. તેમજ સરકાર કેવી રીતે બનાવશે તે જણાવવા પણ કહ્યું છે. તેવા સમયે હવે શિવસેના શું કરશે તેની પર સૌની નજર છે. બીજીતરફ હવે ઉદ્ઘવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મુલાકાત થાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યાં છે.
સરકાર રચવા અંગે કોકડુ વધુ ગુંચવાયુ છે. મુખ્યપ્રધાન ફડણવીસે રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ હવે ભાજપે મોટો ખુલાસો કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતા ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે શિવસેના તૈયાર ન હોવાથી અમે સરકાર નહીં રચીએ. શિવસેનાની જીદના કારણે ભાજપ સરકાર નહીં રચે. આ સાથે જ શિવસેનાને કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધન કરી સરકાર રચવા માટે શુભેચ્છા પણ પાઠવી છે.
એકતરફ ભાજપે જ્યાં હથિયાર એઠા મૂક્યાં ત્યા એનસીપીએ પણ પરિસ્થિતિનો તાગ લઈ શિવસેના સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. શિવસેનાએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરે બને તો સહયોગ આપવા માટે હામી ભરી છે. ત્યારે શું પરિણામ આવશે તે આગામી કલાકોમાં સામે આવશે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે પાર્ટીની કોર કમિટીની બેઠક થઇ રહીં છે. રાજ્યપાલ પાસેથી સરકાર બનાવવાનો પ્રસ્તાવ મળ્યા બાદ આ બેઠક થઇ રહીં છે. બેઠકમાં ભાજપ સરકાર બનાવવાની રણનીતિ અંગે ચર્ચા કરી શકે છે.
બેઠકમાં મહારાષ્ટ્ર BJPના તમામ મોટા નેતાઓ હોવાની આશા સેવવામાં આવી રહીં છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર બનાવવા માટે મઠાગાંઠ ચાલી રહીં છે. દરમિયાન ભગત સિંહ કોશ્યારીએ સરકાર રચવા માટે ભાજપને આમંત્રણ આપ્યું છે.