ભાજપના સ્ટાર પ્રચારકની ફૌજ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હરિયાણાની વિધાનસભા ચૂંટણી વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરને આગળ રાખી લડાશે. સ્ટાર પ્રચારકોમાં જોઈએ તો વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રાજનાથ સિંહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા જેવા વરિષ્ઠ નેતાઓ 8 ઓક્ટોબર બાદ રાજ્યમાં પ્રચારનો ધમધમાટ શરૂ કરશે.
2014માં ભાજપને મળી હતી 47 સીટ
આપને જણાવી દઈએ કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 47 સીટ મળી હતી. ભાજપ અહીં પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ રહી હતી. આ વખતે પણ ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવવાના દાવા કરી રહી છે.
ખાસ વાત તો એ છે કે, વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય પહેલા જ વડાપ્રધાન મોદી હરિયાણામાં ઘણી વખત આવી ચૂક્યા છે.રોહતકમાં વડાપ્રધાન મોદી અનેક રેલીઓને સંબોધન કરી ચૂક્યા છે. હવે મુખ્યપ્રધાન સહિત તાજેતરમાં જોડાયેલા નેતાઓ સાથે મળી રાજ્યમાં પ્રચાર કરશે.