તો આવો જાણીએ શું છે આ સંકલ્પ પત્રમાં મહત્ત્વની વાતો...
- રામ મંદિર પર સંભાવનાઓને ચકાસી, સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવીશું, મંદીર નિર્માણ માટે પ્રયત્નો યથાવત
- ટ્રિપલ તલાક વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવશે.
- જમ્મુ કાશ્મીરમાંથી ધારા 35-A હટાવાનો પ્રયાસ કરશે.
- સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને રાજ્યોની ચૂંટણી થાય તે માટે પ્રયત્ન થશે.
- રાષ્ટ્રીય વ્યાપાર આયોગ બનાવાશે. દેશમાં 60 વર્ષ બાદ નાના દુકાનદારોને પેંશન સુવિધા આપવામાં આવશે.
- આતંકવાદી વિરુદ્ધ ફ્રિ હેન્ડની નીતિ અપનાવામાં આવશે.
- આયુષ્યમાન ભારતના 1.5 લાખ હેલ્થ કેર અને અવેરનેસ સેંટર ખોલવામાં આવશે.
- તમામ ખેડૂતોને 6 હજાર રૂપિયા આપવામાં આવશે.
- પ્રત્યેક પરિવારને પાક્કુ ઘર, વધુમાં વધું ઘરને ગેસ કનેક્શન
- દરેક ઘરમાં વિજળીની સુવિધા
- 2022 સુધી તમામ રેલ્વે ટ્રેકને બ્રોડ ગેજમાં પરિવર્તન કરવામાં આવશે.
- લૉ સંસ્થાઓમાં સીટોની સંખ્યા વધારવામાં આવશે.
- એન્જિનિયરીંગ કોલેજોમાં સીટોની સંખ્યા વધારવામાં આવશે.
- આઝાદીના 75 વર્ષ અંતર્ગત 75 લક્ષ્યાંક નક્કી કરાયા.
- કૃષિ સિંચાઈ અંતર્ગત તમામ સિંચાઈ યોજના પૂરી કરવાનો લક્ષ્યાંક
- 1થી 5 વર્ષ માટે શૂન્ય વ્યાજદરે એક લાખની લોન
- ક્ષેત્રિય અસંતુલન ખતમ કરવા સંપૂર્ણ પ્રયત્નો કરાશે.
- ખેડૂતો માટે આગામી પાંચ વર્ષમાં 25 લાખ કરોડનું બજેટ હશે.
- 1 લાખ સુધી જે ક્રેડિટ કાર્ડ મળે છે તેના પર પાંચ વર્ષ સુધી વ્યાજ નહી લાગે.
- આતંકવાદ તથા ઉગ્રવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ અપનાવવામાં આવશે.