અમદાવાદ: 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ છે. ત્યારે આ બે મહાન વ્યક્તિત્વને સમગ્ર દેશે અંજલી પાઠવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ અને પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સ્મરણાંજલિ પાઠવી હતી.
ભાજપે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતિ નિમિતે અર્પી સ્મરણાંજલિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓકટોબર, 1869માં ગુજરાતના પોરબંદર જિલ્લામાં થયો હતો. તેઓ ભારતની આઝાદીની લડતના અગ્રદૂત અને મુખ્ય નેતા કહેવાય છે. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ ઉત્તર પ્રદેશના મુઘલસરાઈમાં થયો હતો. ભારતમાં સફેદ ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિ સર્જવામાં તેમનો મહત્વનો ભાગ હતો. લાલબહાદુર શાસ્ત્રીને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.ભાજપે મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મ જ્યંતિ નિમિતે અર્પી સ્મરણાંજલિ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ, દિલ્હી ખાતે આવેલી છે. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ વિજયઘાટ દિલ્હી ખાતે આવેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.