ETV Bharat / bharat

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મળી રાહત

રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર સ્થિત મુખ્ય ખંડપીઠે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. જેપી નડ્ડા વિરુદ્ધની ફોજદારી અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ પી.એસ. ભાટીની સિંગલ બેંચ દ્વારા રાહતનો આદેશ આપવામાં આવ્યો હતો.

રાજસ્થાન હાઈકોર્ટ
રાજસ્થાન હાઈકોર્ટ
author img

By

Published : May 5, 2020, 1:28 PM IST

જયપુરઃ રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર સ્થિત મુખ્ય ખંડપીઠે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. જેપી નડ્ડા વિરુદ્ધ દાખલ ફોજદારી અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ પી.એસ. ભાટીની સિંગલ બેંચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.

અરજદાર વતી, વરિષ્ઠ એડવોકેટ રાજ દિપક રસ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર મનોજ સૈનીએ 23 એપ્રિલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને આઇટી સેલના રાષ્ટ્રીય કન્વીનર અમિત માલવીયા વિરુદ્ધ હનુમાનગઢ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.

આ કેસ પ્રમાણે અમિત માલવીયાએ 10 મી એપ્રિલે પોતાના ટ્વિટરના એક સમાચારના આધારે ટ્વીટ કર્યું હતું. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, ભિલવાડામાં 22 લાખ લોકોના કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જેના પર માલવીયાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, જ્યાં રાહુલ ગાંધી છે ત્યાં વસ્તુઓ અતિશયોક્તિ કરવામાં આવે છે?

આ જ એફઆઈઆર બુંદી, કુચમનસીટી અને જોધપુર સહિત અન્ય સ્થળોએ પણ જુદા જુદા લોકોએ નોંધાવી હતી. તે પરથી સ્પષ્ટ છે કે આ ક્રિયા ફક્ત રાજકીય દ્વેષપૂર્ણતાથી કરવામાં આવી હતી.

અમિત માલવીયાએ જે ટ્વીટ કર્યું હતું કે, તેમાં કોઈ ભૂલ નહોતી. કારણ કે, મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ 7 એપ્રિલે ભિલવાડામાં લેવાનારી 22 લાખ પરીક્ષણોનું નિવેદન આપ્યું હતું. અરજીમાં અરજ છે કે અરજદાર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરવામાં આવે. જેની સુનાવણી પર સિંગલ બેંચે આગળની કાર્યવાહી પર રોક લગાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.