નવી દિલ્હી: દિલ્હીની સાથે ભાજપના નેતૃત્વ વાળી NDAએ છેલ્લા બે વર્ષમાં 6 રાજ્યો પર સત્તા ખોઇ ચુકી છે. છેલ્લી વિધાનસભામાં દિલ્હીમાં ભાજપ માત્ર ત્રણ બેઠક જીતી હતી. ભાજપને આ વખતે સારી બેઠકની આશા હતી.
દિલ્હીના પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી 48 બેઠકની જીત સાથે સત્તામાં આવવાની આશા છેલ્લે સુધી લગાવી રાખી હતી, પરંતુ તે ભાજપની આશા તુટી ગઇ હતી. ભાજપ માટે દેશનો નકશો બદલ્યો નથી. દિલ્હી સહીત 12 રાજ્યોમાં હજુ પણ ભાજપ વિરોધી પક્ષની સરકારો છે. NDAની 16 રાજ્યોમાં સરકાર છે. આ રાજ્યોમાં 42 ટકા વસ્તી રહી છે.
કોંગ્રેસની ગઠબંધન સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, પંજાબ, પુડુચેરીમાં સત્તામાં છે. ડિસેમ્બરમાં થયેલી ચૂંટણી બાદ ઝારખંડમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસની 7 રાજ્યોમાં સત્તા છે. દિલ્હીમાં આપએ સતત હેટ્રીક કરી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ, કેરળમાં માકપાના નેતૃત્વવાળી ગઠબંધનની સરકાર, આંધ્ર પ્રદેશમાં YSR કોંગ્રેસ, ઓડિશામાં BJD અને તેલંગણામાં TRS સત્તામાં છે.
ડિસેમ્બર 2017માં રાજગની સ્થિતિ સારી હતી. ભાજપ અને તેની સહયોગી પક્ષ પાસે 19 રાજ્ય હતાં. એક વર્ષ પછી ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢમાં સત્તા ગુમાવી છે. જ્યાં હવે કોંગ્રેસની સરકાર છે. ચોથુ રાજ્ય આંધ્ર પ્રદેશ છે જ્યાં ભાજપ અને તેદેપાની સરકાર છે. માર્ચ 2018માં તેદેપાએ ભાજપ સાથે ગઠબંધન તોડ્યુ હતું.
વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં YSR કોંગ્રેસે સરકાર બનાવી હતી. પાંચમું રાજ્યા મહારાષ્ટ્ર છે, જ્યાં ચૂંટણી થયા બાદ શિવસેનાએ રાજગનો સાથે છોડ્યો હતો. હાલમાં શિવસેના રાંકપા અને કોંગ્રેસ સાથે સરકાર છે. હવે દિલ્હીએ ફરી એકવાર ભાજપને નિરાશ કર્યા છે.