નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આજે સાંસદોને રાજ્યસભામાં હાજર રહેવાનું વ્હીપ જાહેર કર્યુ છે, ત્યારે સાંસદમાં શું નિર્ણય લેવાશે તે અંગેનું સસપેન્સ જોવા મળી રહ્યું છે. આજે જ્યારે દેશભરમાં લોકો દિલ્હી વિધાન ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહ્યાં છે, ત્યારે ભાજપ તેનું ગતકડું લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે.
આજે અચાનક બીજેપીએ સાંસદોને રાજ્યસભામાં હાજર રહેવા માટેનું ફરમાન જાહેર કર્યુ છે. જેમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. ભાજપે ત્રણ લાઈનમાં વ્હીપમાં સરકરાને સમર્થન આપવા સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. આ બજેટ સત્ર શરૂ થતાં પહેલા જ સરકારે જણાવી દીધું છે કે, 45 બિલ પાસ કરવાનું લક્ષ્ય છે, પરંતુ પહેલા તબક્કાના છેલ્લા દિવસે એટલે કે, 11 ફેબ્રુઆરીએ સરકાર કયો ખરડો પસાર કરશે, તે અંગેની કોઈ જાણકારી હજુ સુધી બહાર આવી નથી.
નોંઘનીય છે કે, 31 જાન્યુઆરીએ શરૂ થયેલું બજેટ સત્રના પહેલા તબક્કાનું સમાપન 11 ફેબ્રુઆરી થવાનું છે, ત્યારબાદ 2 માર્ચથી 3 એપ્રિલ સુધી બજેટના બીજા તબક્કાની કાર્યવાહી ચાલશે.