મુંબઇ : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અભિનેત્રી કંગના રનૌઉતે ખોટું નિવેદન આપ્યું છે, પરંતુ દેશમાં કાયદાના શાસન હેઠળ રનૌતને સુરક્ષા આપવી તે સરકારની જવાબદારી છે.
ફડણવીસે કહ્યું કે, કાયદાના શાસન હેઠળ આતંકવાદીને પણ સુરક્ષા આપવી પડે છે જેથી તેના પર હુમલો ન થાય, રનૌત તો એક કલાકાર છે.
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રનૌતે બોલિવૂડમાં ડ્રગ્સના સેવન પર પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. સંજય રાઉત અને કંગના વચ્ચે વધી જતા કેન્દ્ર સરકારે તેને Y પ્લસ સુરક્ષા આપી હતી.
આ પણ વાંચો : 'ક્વિન'ને Y શ્રેણીની સુરક્ષા, કંગનાએ અમિત શાહનો માન્યો આભાર
જોકે ફડણવીસે કહ્યું કે ભાજપ રનૌતના તે નિવેદનનું સમર્થન નથી કરતું જેમાં તેણે મુંબઇની તુલના પાકિસ્તાનના કબ્જા હેઠળ કશ્મીરથી કરી હતી.
વિધાનસભામાં વિપક્ષી નેતા ફડણવીસે વિધાન ભવનની બહાર પત્રકારોને કહ્યું, 'કોઈ વ્યક્તિને સુરક્ષા પૂરી પાડવી એ સરકારની જવાબદારી છે. તેથી, અમે કંગના રાનાઉતના નિવેદનને ટેકો આપતા નથી. તેમ છતાં સરકારની જવાબદારી છે કે તેઓનું રક્ષણ કરે.