ખાસ વાત એ છે કે, ઓમ પ્રકાશ ચૌટાલાની ઈનેલોમાંથી અલગ બનેલી દુષ્યંત ચૌટાલાની આગેવાની વાળી જનનાયક જનતા પાર્ટીને 6થી 10 સીટો મળવાની શક્યતા છે. ત્યારે સમયે જો ત્રિશંકુ વિધાનસભા બની તો જેજેપી કિંગ મેકરની ભૂમિકામાં આવી જશે. એક્ઝિટ પૉલમાં જણાવ્યું છે કે, 31 ટકા જાટ વોટ પર જેજેપીએ પક્કડ બનાવી છે. હિસાર, રોહતક અને કરનાલમાં જેજેપીમાં સારી એવી પક્કડ સામે આવી છે. એક્ઝિટ પૉલમાં અન્યના ખાતામાં 6થી 10 સીટ જવાની શક્યતા છે.
અહીં ઉલ્લખેનીય છે કે, 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ 47 સીટ મળી હતી, તો કોંગ્રેસને 15 સીટથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ઈનેલોને 19, હરિયાણા જનહિત કોંગ્રેસને બે અને અપક્ષને એક તથા અન્યમાં સાત સીટ ગઈ હતી. રાજ્યમાં ત્યારે મનોહરલાલના નેતૃત્વમાં બહુમત સાથે ભાજપની સરકાર બની હતી.