ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસને મળશે ભાજપના આ ગ્લેમરની ટક્કર - સોશિયલ મીડિયા પર વાયરલ

આદમપુર: હરિયાણામાં 21 ઑક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. અહીં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સ્થાનિક પાર્ટીઓમાં પણ બરાબરની ટક્કર થવાની છે. હરિયાણામાં કેટલીક બેઠકો એવી છે, જેના પર સમગ્ર દેશની નજર મંડરાયેલી છે.

tik tok star candidates
author img

By

Published : Oct 4, 2019, 5:44 PM IST

હરિયાણામાં રસાકસી ધરાવતી બેઠક છે આદમપુર. અહીં કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ બિશ્નોઈને જાટ બહુમતીવાળા વિસ્તાર આદમપુરમાંથી ભાજપના ઉમેદવાર પોતાના ગ્લેમરથી ટક્કર આપવા તૈયાર થઈ ગયા છે. હરિયાણામાં ત્રણ વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા દિવંગત ભજનલાલના પુત્ર કુલદીપ સામે ભાજપે નાના પડદાની અભિનેત્રી ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટને મેદાને ઉતારી છે.

સોનાલી હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના કારણે ચર્ચામાં છે. આ વાયરલ વીડિયોમાં સોનાલી અલગ અલગ ઘૂન પર ઠુમકા લગાવી રહી છે.

વિધાનસભાની ચૂંટણીમાં આદમપુર સીટ પર બિશ્નોઈ પરિવારનું વર્ચસ્વ છે. આ મત વિસ્તાર હરિયાણા અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.

હરિયાણામાં વિધાનસભાની 90 સીટ માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસને મળશે ભાજપના ગ્લેમરની ટક્કર

આદમપુર: હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે અહીં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સ્થાનિક પાર્ટીઓમાં પણ બરાબરની ટક્કર થવાની છે. ત્યારે હરિયાણામાં પણ અમુક બેઠકો એવી છે, જેના પર હરિયાણા ઉપરાંત સમગ્ર દેશની નજર મંડરાયેલી છે.

આવી જ એક બેઠક છે આદમપુર. અહીં કોંગ્રેસના ઉમેદવાર કુલદીપ બિશ્નોઈને જાટ બહુમતીવાળા વિસ્તાર આદમપુરમાંથી ભાજપના ઉમેદવાર પોતાના ગ્લેમરથી ટક્કર આપવા તૈયાર થઈ ગયા છે.  હરિયાણામાં ત્રણ વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા દિવંગત ભજનલાલના પુત્ર કુલદીપ સામે ભાજપે નાના પડદાની અભિનેત્રી ટિકટૉક સ્ટાર સોનાલી ફોગાટને મેદાને ઉતારી છે. 

આપને જણાવી દઈએ કે, સોનાલી હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈ ખૂબ ચર્ચામાં છે. આ વાયરલ વીડિયોમાં સોનાલી અલગ અલગ ઘૂન પર ઠુમકા લગાવી રહી છે.

વિધાનસભાની ચૂંટણીમાં આદમપુર સીટ પર બિશ્નોઈ પરિવારનું વર્ચસ્વ છે. આ મત વિસ્તાર હરિયાણા અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.

હરિયાણામાં વિધાનસભાની 90 સીટ માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.