તેમણે કહ્યું કે, આ પાર્ટી ક્યારે પણ માત્ર ન અટલજીની બની, ન ક્યારેય અડવાણીજીની અને ન ક્યારેય અમિત શાહની કે નરેન્દ્ર મોદીની પાર્ટી બની શકે છે. ભાજપ વિચારધારા પર આધારિત પાર્ટી છે અને આ કેહવુ ખોટુ છે કે, ભાજપ મોદી-કેન્દ્રિત થઈ ગયા છે.
ગડકરીએ કહ્યું કે, ભાજપ જેવી પાર્ટી વ્યક્તિ-કેન્દ્રિત ક્યારેય પણ ન થઈ શકે. આ વિચારધારા પર આધારિત પાર્ટી છે. અમારી પાર્ટીમાં પરિવાર રાજ ન થઈ શકે. આ ધારણા ખોટી છે કે, ભાજપ મોદી કેન્દ્રિત થઈ ગઈ છે. પાર્ટીના સંસદીય દળ છે, જે બધા મહત્વના નિર્ણય કરે છે. તેમણે તર્ક આપ્યું કે, પાર્ટી અને તેના નેતા એક બીજાના પૂરક છે.
નિતિન ગડકરીએ વધુમાં કહ્યું કે, પાર્ટી ખૂબ મજબૂત છે. પરંતુ નેતા મજબૂત નથી. તો ચૂંટણી નથી જીતી શકાતી. આ રીતે નેતા કેટલા પણ મજબૂત હોય પરંતુ પાર્ટી મજબૂત ન હોવાથી કામ ન ચાલી શકે. હાં, એ સાચું છેકે, જે લોકપ્રિય નેતા હોય તે સ્વાભાવિક રૂપે સામે આવે છે.